તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉકાઇ જળાશયમાં હોડી પલટી જતાં જામણીયાના ત્રણ ડૂબ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉચ્છલ: ઉચ્છલ તાલુકાના જામણીયા ગામનું એક દંપતિ તથા ગામનો એક યુવાન સાથે ત્રણ વ્યકતિઓ હોળી લઈને ઉકાઈ જળાશયમાં ગત 5મી સપ્ટેમ્બરના રોજ માછલી પકડવા ગયા બાદ હોળીમાં બળતણના લાકડા લઈ પરત ફરતાં હતાં. ત્યારે બુધપાડા ગામની સીમમાં હોળી ડૂબી જવાથી ત્રણે વ્યક્તિ ડૂબી ગયા હતાં. ઘટનાના ત્રણ દિવસ બાદ શુક્રવારના રોજ ત્રણે વ્યક્તિના મૃતદેહ બુધવાડા ગામે ખેજરીયા ડુંગર નજીકથી મળી આવતાં ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
માછલી પકડી પરત ફરતી વેળા બુધપાડા નજીક દુર્ઘટના બની
ઉચ્છલ તાલુકાના જામણીયા ગામે રહેતા અશ્વિન દિનેશભાઈ ગામીત (35) તથા તેમની પત્ની સુનિતાબહેન અશ્વિનભાઈ ગામીત (32) તેમજ ફળિયામાં રહેતા સંજય ચેમટીયાભાઈ ગામીત (34), નાઓ ગત 5મી સપ્ટેમ્બરના રોજ હોળી લઈને ઉચ્છલ ઉકાઈ જળાશયમાં માછલી પકડવા માટે ગયા હતાં. જ્યાંથી હોળીમાં બણતરના લાકડા લઈ તેઓ બે દિવસ પહેલા ગામ તરપ પરત આવતાં હતાં. ત્યારે ગામના અન્ય વ્યક્તિ જેઓ હોળીમાં માછલી પકડવા ગયા હતાં. તેમણે જોયા હતાં. ત્યારબાદ બે દિવસનો સમય વિતી ગયો હોવા છતાં તો પરત ફર્યા ન હતાં. જેથી પરિવારજનો ચિંતામાં મુકાય ગયા હતાં. અન્ય ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ માહિતી મળી ન હતી. હોળી ઉંધી વળી ડૂબી ગયા હોવાની શંકા સેવાઈ હતી. આખરે શુક્રવારના રોજ બુધવાડા ગામની સીમમાં ખજેરીયા ડુંગર નજીકથી ત્રણેના મૃતદેહ મળી આવતાં ગ્રામજનોમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. આ અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
જામણીયા ગામના દંપતી તથા એક યુવકનું મોત

હોળી ડૂબવાથી ઉચ્છલ તાલુકાના જામણીયા ગામનું એક દંપતી અને એક યુવાન ડૂબી જવાથી બે પરિવારનો માળો ખોરવાઈ ગયો હતો. અશ્વિન અને સુનિતા બે સંતાનોમાં એક દીકરો અશ્વિન અને દીકરી સમીક્ષા છે. જે અનાથ બન્યા હતાં. આ ઉપરાંત સંજયને એક દીકરી અને દીકરો સત્યેન છે. બંને પરિવારો માથે દુખનો આભ તૂટી પડ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો