તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખરવાસાના વૃદ્ધ ખેડૂત દંપતીના ત્રણ લાખ તફડાવી જતાં તસ્કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી: બારડોલી તાલુકાના ખરવાસા ગામના વૃદ્ધ ખેડૂત દંપતિ બપોરના સમેય બારડોલી નગરમાં આવ્યા હતાં. શેરડીનો હપતો બેંકમાંથી ઉપાડી ત્યારબાદ લીમડાચોકમાં મોટરસાઈકલ ઊભુ રાખી કોલ્ડડ્રીગ્સની દુકાનમાં કોકો લેવા ગયા હતાં. આસમયે અજાયો તસ્કર ડીકીમાંથી 3 લાખન રૂપિયા રોકડાની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. બારડોલી પોલીસને જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર તેમજ બેંકના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી.
બારડોલી ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી શેરડીના હપતાના રોકડા ઉપાડ્યા હતા
મળતી માહિતી મુજબ બારડોલી તાલુકાના ખરવાસા ગામે રહેતા ખેડૂત રમણભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (65) અને તેમના પત્ની હંસાબેહન રમભાઈ પટેલ સાથે મોટરસાઈકલ નં (GJ-19S-1509) પર બારડોલી નગરમાં સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના શેરડીનો હપતો જમા થયો હોવાથી લેવા ગયા હતાં. બેંકમાંથી 5 લાખ રૂપિયા ઉપાડ્યા હતાં. અને તક્યાંથી એકાદ વાગ્યે મુખ્ય માર્ગ પર આવેલ સરદાર પટેલ કો.ઓ. ક્રેડિટ સોસાયટીમાં આવ્યા હતાં. અને ખાતામાં બે લાખ જમા કરાવ્યા હતાં. અને 3 લાખ ઘરે લાવ્યા હતાં. જોકે, ઘરે પૌત્ર બીમાર હોવાથી કોકો મંગાવ્યો હતો. જેથી લીમડાચોક ખાતે ગુજરાત કોલ્ડડ્રીગ્સની દુકાનમાં લેવા આવ્યા હતાં.
મોટરસાઈકલ પાર્ક કરે રમણભાઈ પટેલ દુકાનમાં ગયા હતાં. જ્યારે હંસાબહેન પટેલ મોટરસાઈલની ડીકી બંધ થતી ન હોય અને રોકડા રૂપિયા અંદર હોવાથી ત્યાં જ ઊભા રહ્યાં હતાં. આ સમય દરમિયાન તાપ લાગતાં ડીકી પરનો હાથ ઉઠાવીને હંસાબહેન મોટરસાઈકલની બાજુમાં જ છાંયડામાં ગયા હતાં. એટલીવારમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ ડીકીમાંથી 3 લાખ રૂપિયા રોકડા અને બેંકની પાસબુક સાથેની ચોર કરી પલાયન થઈ ગયો હતો. વૃદ્ધ ખેડૂત દંપતિ કોકોનું પાર્સલ ડીકીમાં મુકવા જતાં ખબર પડી હતી બાદમાં તાત્કાલિક બારોલી પોલીસને જાણ કરતાં પોલીસ ઈન્સ્પેક્ટર વી. એ. દેસાઈ અને પીએસઆઈ પી. પી. વસાવા તાત્કાલિક સરદાર પેટલ ક્રેડિટ સોસાયટીમાં જઈ સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી. અને સીસી કેમેરાના ફૂટેજ પણ મેળી તપાસ કરી હતી. પોલીસ ફરિયાદ લઈ ચોરીનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
મેનેજરે રૂપિયા ડીકીમાં ન મુકવા જણાવ્યું હતું
વૃદ્ધ ખેડૂત દંબતિ શેરડીનો હપતો ઉપાડી સરદાર ક્રેડિટ કો. ઓ. સોસાયટીમાં 2 લાખ જમા કરાવી 3 લાખ ઘરે લઈ જવાના હોવાનું જણાવતાં ક્રેડિટ સોસાયટીના મેનેજરે રૂપિયા ડીકીમાં નહીં, પરંતુ હાથમાં થેલી પકડી રાખવાની સૂચના આપી હતી. જે દંપતિએ પણ સ્વીકાર્યુ હતુ. છતાં ડીકીમાં રોકડા મુકતા આખર ગૂમાવવાનો વારો આવ્યો હતો. ખેડૂતના આખા વર્ષની મહેનતના રૂપિયાની ચોરી થતાં વૃદ્ધ દંપતિ દુખી થઈ ગયા હતાં.
અન્ય સમાચારો પણ છે...