કઠોદરામાં ઘરમાં સૂતેલા યુવકની ચેઈન લૂંટી લૂંટારું ભાગ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ: ઓલપાડ તુલકાના કીમ નજીક આવેલ કઠોદરા ગામે ઘરમાં સૂતેલા પરિવારના સભ્યોના રૂમમાં ઘૂસી ગળામાં પહેરેલ સોનાની ચેઈનની લૂંટ કરી ભાગતા બે ચોર પૈકી એક ચોરને લોકટોળાએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે બીજો ભાગવામાં સફળ રહ્યો હતો. ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલ કઠોદરા ગામે રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં લૂંટની ઘટના બની હતી. લૂંટમાં એક ઝડપાઈ જતાં પોલીસ અને પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો.
- કઠોદરામાં ઘરમાં સૂતેલા યુવકની ચેઈન લૂંટી લૂંટારું ભાગ્યા પણ...
- બે પૈકી એક લૂંટારૂને ઝડપી લોકોએ મેથીપાક આપ્યો
કઠોદરાની પરિશ્રમ સોસાયટીના ઘર નં 41માં રહેતા બિપીનભાઈ ડાહ્યાભાઈ પરમાર પરિવાર સાથે સૂતા હતાં. ગરમી હોવાને કારણે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખીને સૂતેલા બિપીનભાઈના ઘરમાં રાત્રીના 1.30 વાગ્યાના અરસામાં બે લૂંટારુઓ ઘૂસી જઈ બિપીનભાઈએ પહેરેલ દોઢ તોલાની ચેઈન તોડીને ભાગ્યા હતાં. જોકે, બિપીનભાઈએ ઘટના બનતાં તુરંત બૂમાબૂમ કરતાં સ્થાનિકો જાગી ગયા હતાં. અને ચેઈન તોડીને ભાગતાં એક ઈસમને ઝડપી પાડ્યો હતો. લોકટોળો પકડાયેલા લૂંટારૂને ઝડપી મેથીપાક આપ્યો હતો.
ઝડપાયેલા લૂંટારુની તપાસ કરતાં તેનું નામ કાળુ મોહનભાઈ ભીલ (60) જણાવ્યું હતું . તેમજની સાથે રમેશ શંકર ભીલ (30) હોવાનું જણાવ્યું હતું. કાળુ મોહન ભીલને ટોળાએ ઝડપી પાડી મેથી પાક આપતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. ઉપરોક્ત બંને લૂંટારુ મધ્ય પ્રદેશના જાંબુઆ (રાવતી)ના રહીશ છે. જેઓ બરોડાથી સુરત જતા હોય રાત્રે કીમ ઉતરી શેરડીના ખેતરમાં બેસી પ્લાન બનાવ્યો હતો. અને પ્લાન મુજબ રાત્રિના ઉપરોક્ત સોસાયટીના ખુલ્લા ઘરમાં ઘૂસી લૂંટ કરવા જતાં બે પૈકી એક પકડાઈ જતાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. જોકે, ઘટના બાદ તુરંત કીમ પોલીસ જશવંતભાઈ રામુભાઈ સાથે પીએસઆઈ એન. જી. સોલંકી ઘટના સ્થળે પહોંચી આઈપીસી કલમ 392, 452, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લૂંટારું ચેઈન મોઢામાં નાંખી ભાગ્યો

કીમ કઠોદરાની પરીશ્રમ સોસાયટીના ઘર ખુલ્લુ રાખીને સૂતેલા પરિવારના સભ્યના ગાળામાંથી ચેઈન લૂંટી ભાગતા બે પૈકી એક ઝડપાય ગયો હતો. જ્યારે એક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. ઘટના બનતાં બિપીનભાઈએ બૂમાબૂમ કરી સામનો કરતાં લોકટોળુ પણ ભેગુ થતાં બરાબરના મેથીપાક આપ્યો હતો. જોકે, પકડાયેલ લૂંટારુ કાળુ મોહન ભીલ જેણે ચેઈન તોડી પોતાના મોઢામાં ચેઈન છુપાવી દીધી હતી. મારમારતાં તુરંત મોઢામાંથી ચેઈન કાઢી હતી. અને પરિવાર દોઢ તોલાની ચેઈન લૂંટતા માંડ માંડ બચી જતાં હાશકારો અનુભવ્યો હતો.
ભાગી છુટેલા અન્ય એકને પકડવા ચક્રો ગતિમાન

ગુરુવાર મોડી રાત્રિએ કઠોદરા ગામની પરિશ્રમ સોસાયટીમાં ઘરમાં ઘૂસી સોનાની ચેઈન લૂંટી હતી. બે લૂંટારુઓ દ્વારા થયો હતો. ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી એક લૂંટારુને કબજે લઈ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે એક ભાગી છૂટતાં તેને પકડવાના પ્રયાસો ચાલુ છે. ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.- એન. જી. સોલંકી , પીએસઆઈ, કીમ
અન્ય સમાચારો પણ છે...