પલસાણાના તળપદા કોળી પટેલ સમાજની બ્રેનડેડ વ્યક્તિનાં કિડની અને લીવરના દાન થકી ત્રણ વ્યક્તિને નવજીવન

બ્રેનડેડ વ્યક્તિનાં કિડની અને લીવરના દાન થકી ત્રણ વ્યક્તિને નવજીવન
બ્રેનડેડ વ્યક્તિનાં કિડની અને લીવરના દાન થકી ત્રણ વ્યક્તિને નવજીવન
પતિના મૃતદેહને લઇ ઘરે પહોંચતાં પત્ની ઢળી પડી, અને હાર્ટએટેકથી મોત થયું
પતિના મૃતદેહને લઇ ઘરે પહોંચતાં પત્ની ઢળી પડી, અને હાર્ટએટેકથી મોત થયું

તળપદા કોળી પટેલ સમાજના પલસાણાના બ્રેનડેડ વ્યક્તિના કિડની અને લિવરના દાન થકી ત્રણ વ્યક્તિને નવજીવન બક્ષી સમાજને નવી દિશા ચિંધી હતી. ઓર્ગન ડોનેટ સંસ્થાએ છેલ્લા એક મહિનામાં 8 વ્યકિતના 16 કિડની, 8 લિવર, 1 હૃદય તથા ચાર ચક્ષુઓનું દાન મળ્યું હતું. આ ઓર્ગનો થકી જીવનમરણ વચ્ચે ઝોલાખાતા વ્યક્તિઓને નવી જીંદગી મળી શકી હતી

Bhaskar News

Bhaskar News

Jul 02, 2017, 04:48 AM IST
સુરત: તળપદા કોળી પટેલ સમાજના પલસાણાના બ્રેનડેડ વ્યક્તિના કિડની અને લિવરના દાન થકી ત્રણ વ્યક્તિને નવજીવન બક્ષી સમાજને નવી દિશા ચિંધી હતી. ઓર્ગન ડોનેટ સંસ્થાએ છેલ્લા એક મહિનામાં 8 વ્યકિતના 16 કિડની, 8 લિવર, 1 હૃદય તથા ચાર ચક્ષુઓનું દાન મળ્યું હતું. આ ઓર્ગનો થકી જીવનમરણ વચ્ચે ઝોલાખાતા વ્યક્તિઓને નવી જીંદગી મળી શકી હતી. પલસાણાગામ રહેતાં તળપદા કોળી પટેલ સમાજના મનોજ ઈશ્વરભાઈ પટેલ (50) કાપડ દલાલીનું કામ કરતાં હતાં. ગત 26મી જુનના રોજ તેઓ સવારે સ્નાન કરવા ગયા બાદ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતાં. સારવાર અર્થે મહાવીર ટ્રોમા હોસ્પિટલ ખસેડાયા હતાં. ત્યાં તેમનુ સિટી સ્કેન કરાતાં મગજમાં લોહિનો ગઠ્ઠો જમી ગયો હોવાનું નિદાન થયું હતું. તેની સારવાર દરમિયાન તબીબોએ મનોજભાઈ બ્રેનડેડ જાહેર કર્યા હતાં. ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાને જાણ થતાં તેઓ સંસ્થાના અન્ય સભ્યો સાથે હોસ્પિટલ પહોંચી જઈ ઓર્ગન ડોનેશનનું મહત્ત્વ સમજાવ્યું હતું.

દાનમાં મળેલા અંગોથી ત્રણને નવજીવન

દાનમાં મેળવવામાં આવેલી એક કિડની ભાવનગરના હિપા રામભાઈ ચાવડા (28) અને રાજકોટના હેપ્પી કનેરીયા (20)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જ્યારે લિવર સુરતના સુનિતાબેન મહેશભાઈ પારેખ (51)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી વધુ વાંચો: પતિના મૃતદેહને લઇ ઘરે પહોંચતાં પત્ની ઢળી પડી
X
બ્રેનડેડ વ્યક્તિનાં કિડની અને લીવરના દાન થકી ત્રણ વ્યક્તિને નવજીવનબ્રેનડેડ વ્યક્તિનાં કિડની અને લીવરના દાન થકી ત્રણ વ્યક્તિને નવજીવન
પતિના મૃતદેહને લઇ ઘરે પહોંચતાં પત્ની ઢળી પડી, અને હાર્ટએટેકથી મોત થયુંપતિના મૃતદેહને લઇ ઘરે પહોંચતાં પત્ની ઢળી પડી, અને હાર્ટએટેકથી મોત થયું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી