તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરાછાના મંદિરમાં અજાણ્યાઓની તોડફોડ, સંતોના ફોટો ફેંકી દેવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: નાના વરાછા રામજી મંદિરમાં કેટલાક અજાણ્યાઓએ ઘૂસી તોડફોડ કરી હોવાની ફરિયાદ આ મંદિરના પૂજારીએ નોંધાવી છે. જેમાં સાધુની તસવીર ફેંકી દેવા ઉપરાંત ચોખા ઢોળી નાખ્યા અને શ્રીફળ વેરવિખેર કરી નાખ્યા હોવાનું જણાવ્યું છે. 

 

મંદિરમાં ચોખા ઢોળીને શ્રીફળ વેર વિખેર કરી નાખ્યા

 

એકાદ મહિનાથી રામજી મંદિરમાં પૂજા કરતા ખજુરામદાસજી તેજારામદાસજીએ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ બુધવારે સવારે સાડા અગિયારેક વાગ્યે અજાણ્યા લોકો મંદિરમાં ઘૂસી ગયા હતા. જેણે મંદિરમાં તોડફોડ કરી એટલું જ નહીં પણ જતા જતા ધમકી પણ આપતા ગયા હતા કે મંદિર ખાલી કરી જતા રહેજો નહીંતર ટાંટિયા ભાંગી નાખીશું. તપાસનીશ અધિકારી પોસઈ એલ.કે. પરમારે કહ્યું હતું કે આ મંદિરના મહંત લંબેહનુમાન રોડ ખાતે ગયા હતા. તે વખતે પૂજારી અને અન્ય બહારથી આવેલા સાધુસંતો હાજર હતા ત્યારે આ ઘટના બની હતી. જેમાં આ મંદિરના કેટલાક ટ્રસ્ટીઓએ જ તોડફોડ કરી હોવાનો આક્ષેપ પૂજારીએ કર્યો હતો. 

 

ટ્રસ્ટીઓને શોધી તેમની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો

 

મંદિરની બાજુમાં રહેતા કેટલાક લોકોએ પણ ટ્રસ્ટીઓએ આ કૃત્ય કર્યું હોવાની વાત કરી હતી. જેના આધારે પોલીસે ટ્રસ્ટીઓને શોધી તેમની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો.પણ ટ્રસ્ટીઓમાંથી કોઈ ઘરે હાજર મળી ન આવતા પૂછપરછ થઈ શકી ન હતી. મંદિરની માલિકી ટ્રસ્ટીઓની છે. તેમજ પરવાનગી વગર ગૌશાળા બનાવી ગેરકાયદે બાંધકામ કરાયું છે. આ ગેરકાયદે બાંધકામ માટે પાલિકાએ તોડવાની નોટિસ પણ અમને આપી છે. ત્યારબાદ કાપોદ્રા પોલીસ મથક,ક્લેક્ટરમાં અરજી આપી ફરિયાદ કરાઈ હતી.

 

2 વર્ષથી કબજો કરાયાની ટ્રસ્ટીઓની ફરિયાદ

 

નાનાવરાછા ગામમાં રહેતા મૂળ વતનીઓ દ્વારા 1955માં રામજી મંદિર ટ્રસ્ટ બનાવી મંદિર તૈયાર કરાયું હતું. આ મંદિર પરિસરના જૂના મંદિરમાં છેલ્લાં બે વર્ષથી પૂજારીને સ્નેહીએ ગેરકાયદે કબજો જમાવ્યો હોવાની રાવ ટ્રસ્ટીઓએ કલેક્ટરને કરી છે. આ અંગે મંદિરના ટ્રસ્ટી મંડળના વકીલ વિનોદભાઈ ધરોલીયાએ જણાવ્યું હતું કે ચેરિટી કમિશનરની કચેરીમાં 1955થી ટ્રસ્ટની માલિકી નોંધાયેલી છે. ગામના લોકોના આ ટ્રસ્ટીમંડળ દ્વારા સમગ્ર સંચાલન કરાય છે. તેમાં પૂજારી તરીકે જૂના મહારાજ હતા. તેમનું નિધન થતાં તેમના સ્નેહી તરીકે આવેલા અખિલેશબાપુ નામના ઇસમે જૂના મંદિરમાં ગેરકાયદે કબજો જમાવ્યો છે. આ મંદિર જીર્ણ અવસ્થામાં છે.

 

અન્ય સમાચારો પણ છે...