તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યની એક માત્ર મહિલા જે કરી રહી છે જૈવિક ખેતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી: દરિયાય પટ્ટીના કાંઠા વિસ્તારની કક્ષાર વાળી જમીનમાં એક વિધવા અને નિરાધાર મહિલાએ ખેતી કરવાની જીદ પકડી. બિન અનુભવી ખેડૂત મહિલાએ શરૂઆતમાં મોટી ખોટ સહન કરી હતી. છતાં પણ ક્ષાર યુક્ત જમીનમાં પ્રાણ ફૂકી પુરુષો કરતા ચડીયાતી ખેતી કરી નામના મેળવી છે.
- રાજ્યની એક માત્ર મહિલા જે કરી રહી છે જૈવિક ખેતી
- નિરાધાર હોવા છતાં ખેતી, પશુપાલ અને મત્સ્ય ઉછેર કરે છે. આ સાથે તેમણે ગામની મહિલાઓ માટે દૂધમંડળીની પણ સ્થાપના પણ કરી
ઓલપાડ તાલુકાના દરિયા કાંઠે આવેલું મંદ્રોઈ ગામમાં 12 વીંઘા જેટલી જમીન લતાબહેન પ્રભુભાઈ પટેલને વારસામાં મળી છે. જે ક્ષાર યુક્ત હોવાથી બિન ઉપયોગી છે. એક દિવસ લતાબહેને છાપામાં એક કીસ્સો વાંચ્યો કે કચ્છના એક ખેડૂતે રણમાં કેરીનો પાક મેળવ્યો અને કેરી વિદેશમાં મોકલી મોટી કમાણી કરે છે. ત્યારે પ્રભાવિત થઈને લતાબહેને પણ ખેતી કરવાનું વિચાર્યુ. તજજ્ઞોની સલાહ લેવા સાથે ખેતર ખેડાવ્યું અને સૌં પ્રથમ વાર ખેતરમાં જુવાર અને ડાંગર તથા શાકભાજીનું વાવેતર કરી 2 લાખનો મોટો ખર્ચ કર્યો પણ ખેતરમાં કંઈ પાક્યું નહીં. તેમ છતાં લતાબહેને હિંમત ન હારી અને બીજા વર્ષે પણ પાક નિષ્ફળ રહ્યો હતો.

લતાબહેને એ ખેતરમાં સિંચાય માટેનું પાણી 1200 મીટર દુરથી લાવવું પડતું હતું. તેથી બચવા એક એકર જમીનમાં ખેત તલાવડી બનાવી આપી. ખેતરમાં સિંચાયની સગવડ ઉભી કરી ખેતીવાડી વિભાગના અધિકારીઓના સૂચન પ્રમાણે જૈવિક ખેતી અપનાવી ગૌમૂત્ર અને છાણનું જીવામૃત અને પંચગવ્યનાં ઉપયોગથી ખેતી શરૂ કરી છે. જૈવિક ખેતી પદ્ધતિ અપનાવી તેમણે ક્ષાર યુક્ત જમીનમાં શાકભાજી, ધાન્ય, કઠોર વગેરીની સફર ખેતી કરી મીઠામાં સોનું પકાવી બતાવ્યું.

બે વર્ષમાં 5 લાખની કમાણી કરી. જૈવિક ખેતી પદ્ધતિથી ક્ષારવારી જમીનમાં પ્રાણ ફૂકવાનું સાહસ કરી બતાવનાર લતાબહેને પોતાના ખેતર માટે ગૌ મૂત્ર અને ગાયના છાણ માટે પોતેજ ગાય ઉછેરવાનું વિચાર્યુ અને સૌ પ્રથમ એક વાછરડી લાવ્યા બાદ ધીરે ધીરે તેમણે હાલ 30 ગયો સાથે તબેલો બનાવ્યો અને પશુપાલન શરૂ કર્યુ છે. ગૌશાળા માટે સરકાર પાસે સરકારી જગ્યાની માંગણી કરતા રાજ્ય સરકારે તેમને 2 હેક્ટર જમીનની ફાળવણી કરી છે.
ગામની મહિલાઓ માટે દૂધ મંડળીની સ્થાપના કરી
મંદ્રોઈ ગામની ખેડૂત પરિવારની મહિલાઓ કે જે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી હોય પણ ગામમાં દૂધ મંડળી ન હોવાથી તેમને દૂધનો પોષણક્ષમ ભાવ ન મળતા લતાબહેને મંદ્રોઈ ગામમાં 6 મહિના અગાઉ સુમુલ ડેરીનાં સહકારથી મહિલા દૂધ મંડળીની પણ સ્થાપના કરી છે. હાલ મંડળી માં 200 મહિલા સભાસદ છે જેમાં 30 મહિલા ઓ રોજનું 500થી 600 લીટર દૂધ ભરે છે. આમ લતાબહેને ખેતી, ગૌપાલન, મત્સય ઉછેર એમ એક સાથે ત્રણ કાર્યો કરી પોતાનું નામ ગુજરાત રાજ્ય માં રોશન કર્યું છે.
અન્ય સમાચારો પણ છે...