તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: 5 વર્ષમાં 19 જુલાઈ સુધીનો સૌથી ઓછો વરસાદ ચાલુ વર્ષે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: શહેરમાં ચાલુ વર્ષે મેઘરાજાએ રિસામણા લીધા હોય એવુ લાગી રહ્યુ છે. બદલાતા વાતાવરણથી છેલ્લા બે વર્ષમાં 19 જુલાઈ સુધીનો વરસાદ જોઈએ તો પાંચ વર્ષમાં સૌથી ઓછો વરસાદ આ સિઝનમાં થયો છે. ચાલુ વર્ષે આજદિન સુધીમાં માત્ર 322 મિમી વરસાદ નોંધાયો છે. પહેલી વાર એવુ બન્યુ હશે કે શહેરને વરસાદી વાદળો ઘેરી રહ્યા છે પરંતુ વરસાદ થઈ રહ્યો નથી. જેનું કારણ સિમેન્ટ કોંક્રેટના જંગલો હોવાનું મનાય છે. હવામાં યોગ્ય પ્રેસર નહીં થવાને કારણે વરસાદ આગળ જતો રહે છે. આની અસર છેલ્લા 10 વર્ષનો 19 જુલાઈ સુધીનો વરસાદ જોઈએ તો સ્પષ્ટ દેખાય છે.
વર્ષ 2013માં છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ વરસાદ થયો હતો
10 વર્ષમાં આજની તારીખનો સૌથી વધુ વરસાદ 2013માં 1087 મિમી નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો 2011માં 298 મિમી અને ત્યારપછીનો સૌથી ઓછો ચાલુ વર્ષે 322 મિમી નોંધાયો છે. આ સાથે જ શહેરમાં છેલ્લા 36 કલાકમાં 17 મિમી વરસાદ થયો છે. મંગળવારે સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસતો રહ્યો. તેમ છતાં મંગળવારે શહેરમાં વરસાદ 00 મિમી નોંધાયો છે. આ સાથેજ જિલ્લાના બારડોલી તાલુકામાં 13 મિમી, ચોર્યાસીમાં 22 મિમી, કામરેજમાં 1 મિમી, મહુવામાં 23 મિમી, માંડવીમાં 2 મિમી, માંગરોલમાં 28 મિમી, ઓલપાડમાં 1 મિમી, પલસાણામાં 7 મિમી અને ઉમરપાડામાં 31 મિમી વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં પણ વરસાદે વિરામ લેતા ડેમની સપાટી 312.43 ફુટ નોંધાઈ છએ. ડેમની આવક પણ ઘટીને 11 હજાર ક્યુસેક્સ થઈ ગઈ છે. આ સાથે જસ ડેમ માંથી 11 હજાર ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો