તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: સમિતિએ હવે શિક્ષકોને આધાર કાર્ડની કામગીરીમાં જોડી દીધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: હાલ થોડા સમય પહેલા જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ વર્ગખંડમાંથી ખુરશી દુર કરવાનો નિર્ણય લીધો હતો. જેની સામે શિક્ષકોએ ભારે વિરોધ કર્યો હતો. ત્યારે શાસનાધિકારીએ ફરી એક વાર શિક્ષકોને વધારાની કામગીરી સોંપતા આ નિર્ણયનો ભારે વિરોધ થઇ રહ્યો છે. આ અંગે સમિતિના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 327 શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 4000 જેટલા શિક્ષકો પર કોઇ પણ જાતના લેખિત આદેશ વિના ઠોકી બેસાડવામાં આવી છે.
વધારાની કામગીરી સોંપવાના નિર્ણયનો ભારે વિરોધ
અગાઉ પણ શિક્ષકોને એનપીઆરની કામગીરી સોંપવામાં આવી હતી. જોકે તે સમયે શિક્ષકોએ મને કમને આ કામગીરી કરી હતી. જોકે આ વખતે કોઇ ફમ જાતના દબાણ વિના શિક્ષકોએ આધારકાર્ડની કામગીરી કરવાની ના પાડી દીધી છે. એકબાજુ શિક્ષણ સમિતિ શિક્ષણનું સ્તર સુધારવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે. ત્યારે આ રીતની કામગીરી શિક્ષકોને સોંપવાથી કઇ રીતે શિક્ષણનું સ્તર સુધારી શકાશે. ખુરશી મામલે દરેક શિક્ષક લેખિતમાં રજુઆત કરશે : વર્ગખંડમાંથી ખુરશી હટાવવાના નિર્ણય સામે શિક્ષકોમાં ભારે નારાજગી છે. શાસનાધિકારીએ જાહેર કરેલા પરિપત્રને દફતરે કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. આ માટે 4000થી વધુ શિક્ષકો શાસનાધિકારીને લેખિતમાં રજુઆત કરશે.
આપેલા સમયમાં પણ વ્યસ્ત
શાસનાધિકારીને રજુઆત કરવા માટે શિક્ષકોને સોમવાર અને ગુરૂવારે સાંજે પાંચ થી છનો સમય ફાળવવામાં ‌આવ્યો છે જોકે આ સમ દરમિયાન શિક્ષકોની રજુઆત સાંભળવાને બદલે શાસનાધિકારી અન્ય વ્યકિતઓને મળવામાં જ રસ ધરાવે છે.
જાહેર રજાની કામગીરી ગણતરીમાં ન લેવાઈ

2015માં શિક્ષકો ગાંધી જયંતિ અને આંબેડકર જયંતિના દિવસે ફરજ પર હાજર રહ્યા હતા. જેના બદલામાં બે વળતર રજા માટે શાસનાધિકારીએ જણાવી હજુ સુધી આ રજા મંજુર કરી ન હોવાનો સિક્ષકોએ બળાપો કાઢ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો