તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરસાડામાં કપિરાજ કાર પર કૂદયો, ચાલકે કાબૂ ગુમાવતાં 3 ઘરોમાં ઘુસી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી: માંડવી તાલુકાના તરસાડાબાર ગામે આજે બપોરના સમયે રોડ પરથી પસાર થતી મારૂતિ ઇકો કાર પર અચાનક એક તોફાની વાંદળો કાચ પર કુદતા ગભરાયેલા કાર ચાલકે ગાડી પૂરઝડપે રોંગ સાઈડ હંકારતા ત્રણ ઘરોનો આગળનો ભાગ તૂટી પડયો હતો. ઘરની બાજુમાં મૂકેલી એક વેગન આર કાર તથા મોટર બાઇકને પણ નુકશાન થયું હતું. જો કે કોઈ જાનહાની થઈ ન હતી.

ત્રણે મકાનનો આગળનો ભાગ ઘડાકાભેર તોડી પાડ્યો હતો

આજ રોજ તરસાડા ગામમાંથી પસાર થતી મારૂતિ ઇકો કાર જીજે 26- એ, 8967 પર અચાનક એક તોફાની વાંદરો કુદતા ચાલક ગભરાઈ ગયો હતો. અને વધારે સ્પીડમા કાર રોંગ સાઈડ ઘસી ગઈ હતી . જેના કારણે ત્રણ ઘરો જે નારસિંહ ગણપતસિંહ મહિડા, ખુમાનસિંહ ગણપતસિંહ મહિડા, તથા હિંમતસિંહ ગણપતસિંહ મહિડાના માલિકના છે. કાર ચાલકે ત્રણે મકાનનો આગળનો ભાગ ઘડાકાભેર તોડી પાડ્યો હતો . બાજુના ઘરે મૂકેલી વેગન આર કાર તથા એક મોટર બાઇકને પણ ઘણું નુકશાન કર્યું હતું. આ ઘટના વેળા લોકટોળા જમા થયા હતા. પરંતુ આ ઘટનામાં કોઈને ઇજા પહોચી ન હતી, અકસ્માતે ત્રણ ઘરનો આગળનો ભાગ તૂટી પડતાં મદદ માટે ગામના આગેવાનો તથા યુવાનો આવ્યા હતા. આખરે સમાધાન બાદ કાર ચાલકને જવા દીધો હતો.

વાંદરાના ત્રાસને નાથવા જંગલ ખાતું નિષ્ક્રિય

માંડવી તાલુકાનાં તરસાડામાં છેલ્લા ઘણા સમયથી વાનરોનો ત્રાસ છે. અને ઘરો તથા વાડામાં નુકશાન કરે છે. ઘણાને શારીરિક ઇજા પણ કરતાં હોય છે. આજે જે ઇકો કાર પર અચાનક વાંદરો કૂદી આવતા જે ઘટના બની છે. જે અંગે માંડવી વન વિભાગે તરસાડા ગામના જુદા જુદા વિસ્તારમાં વાંદરા પકડવા માટેના પાંજરા ગોઠવવા જોઈએ તેવી લોકોની માંગ ઉઠી છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો