તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત : 20 દિવસમાં 21ને પી ગયો લઠ્ઠો, દર્દીઓને ફીમાં સારવાર, છ PIની બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં વરેલી ગામ ખાતે સર્જાયેલા લઠ્ઠાકાંડની ઘટના બાદ શનિવારે વધુ બે મહિલા સહિત ત્રણના મોત થયાં છે. સુરત શહેર અને જિલ્લાઓમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓને કારણે છેલ્લા 20 દિવસમાં સર્જાયેલી લઠ્ઠાકાંડની ચાર ઘટનાને કારણે 21 નિર્દોષ લોકો મોતને ભેટયા હતા. રાજ્ય સરકારે છેક હવે ત્રણ સભ્યોની કમિટિની રચના કરી તપાસના આદેશ આપ્યા છે. કાયદો અને વ્યવસ્થાના એડીઆઈજી, નશાબંધી વિભાગના આઈએએસ અને ફોરન્સીક સાયન્સના વડા સહિતની ત્રણ સભ્યોની તપાસ સમિતિ રચી છે. જેને ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ સુપરત કરવા ગૃહ વિભાગે આદેશ કર્યો છે.
વધુ ત્રણ મોત પછી તંત્ર સફાળું જાગ્યું, છ PIની બદલી, તપાસ સમિતિ રચી

આ ઘટનામાં સુરત જિલ્લાના ગામડાઓમાં 108 એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખી આરોગ્ય કંટોલરૂમ શરૂ કરાવ્યો હતો. લઠ્ઠાકાંડની ઘટનાને પગલે સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 6 પીઆઈની બદલી કરી દેવામાં આવી હતી. 18મી ઓગષ્ટએ સુરત જિલ્લાના નિયોલગામે દેશી દારૂ પીવાના કારણે લીબાંયત ગોડાદરાના ગણેશનગરમાં રહેતા કિશન દિનેશ બાધા તથા ક્રિષ્ના કિશોર વાઘનું મોત થયું હતું. જ્યારે તેના બે મિત્રો પૈકી ભીમરાવ બાપુભાઈ સાંળુકે(રહે,વીરદર્શેન સોસાયટી,પરવટગામ)ની આંખે નબળાઈ આવી જતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.આ ઘટના બાદ પૂણામાં એક સાથે પાંચ જુવાનજોધ વ્યકિતઓના મોત થતા તેમાં પણ લઠ્ઠાકાંડની આંશકા સેવાય હતી.
26 કલાકમાં 5 વ્યકિતઓના મોત
ગત 26મી સવારે 10.30 થી લઈને 27 મી તારીખે બપોરે 1.00 વાગ્યા સુધીમાં રહસ્યમય સંજોગોમાં 30 થી 35 વર્ષની વયના પાંચ યુવકોના મોત થતા પૂણા પોલીસ હરકતમાં આવી હતી. 26 કલાકમાં 5 વ્યકિતઓના મોતને પગલે પૂણા પોલીસે આખી ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાનો ખેલ કર્યા હતો. ત્રીજો લઠ્ઠાકાંડ કાપોદ્વાની રામરાજ્ય સોસાયટીમાં એક જ મકાનમાં રહેતા પ્રવિણ રામજી ઉરઘણે તથા ગોવિંદ નરસિંહ રેડ્ડીનું દેશી દારૂના કારણે મોત થયું હતું. આ બન્નેના એફએસએલના રીપોર્ટમાં લઠ્ઠાકાંડ આવતા કાપોદ્વા પોલીસે ગઈકાલે બે ગુનાઓ દાખલ કર્યા હતા.
ખાનગી હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના દર્દીઓને ફીમાં સારવાર, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો