સુરતના હિન્દૂ યુવકનુ હૃદય UAEની મુસ્લિમ કિશોરીમાં ધબકશે

surat's hindu youth's heart will transplant in muslim girl of uae
surat's hindu youth's heart will transplant in muslim girl of uae
Bhaskar News

Bhaskar News

Mar 04, 2017, 11:49 PM IST
સુરત: ગુજરાતમાંથી સૌ પ્રથમ વખત હૃદય 1615 કિ.મી નું અંતર 155 મીનીટમાં કાપીને તામિલનાડુના ચેન્નાઈ ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સુરતના 43 વર્ષીય હિન્દુ યુવકનુ હૃદય યુએઈ દેશની 14 વર્ષીય મુસ્લીમ કિશોરીમાં ધબકતું કરવાનો અનોખી ઘટના બની હતી. સુરત ખાતેથી આ નવમું હાર્ટ મોકલાયું છે.કોસાડમાં સમિતિની શાળામાં શિક્ષિકાએ તેના પતિના ઓર્ગન ડોનેશનનો નિર્ણય લેતા તેના પતિના હૃદય, કિડનીના દાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળતા સમાજમાં નવી દિશા ચિંધી હતી.
સુરતથી 1615 કીમીનું અંતર 155 મિનીટમાં કાપીને ચેન્નાઈમાં ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટ કરાયું, નવમો કિસ્સો
શહેરના જહાંગીરપુરાની પંચવટી સોસાયટી ખાતે રહેતાં મુળ છોટાઉદેપુરના વતની પરિમલ મૂળજીભાઈ ભગત (43) અડાજણમાં દાસકાકાના ફરસાણની એજન્સી ધરાવતા હતાં. ગત તારીખ ૨જી માર્ચના ગુરુવારે તેમને માથામાં દુઃખાવામાં સખત દૂ:ખાવો ઉપડ્યો હતો બાદ તેમને જગાડવાની કોશિશ કરતાં તેઓ જાગ્યા ન હતાં, 108માં બાપ્સ હોસ્પિટલ લઈ જવાતાં તેમનો સિટી સ્કેન રીપોર્ટમાં મગજની નસ ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. બીજા દિવસે તેમને બ્રેનડેડ જાહેર કરાયા હતાં. આ અંગેની જાણ થતાં ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલા અને તેમની ટીમે પહોંચી જઈ પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાવતાં પત્ની જાગૃતિબેન સહીતના પરિવારજનોએ સંમતિ આપી હતી. પોઝિટીવ બ્લડગ્રુપ ધરાવતો હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટેનો કોઈ દર્દી ન હોવાને લીધે ઓર્ગન વેડફાઈ જાય તેના કરતાં વિદેશી વ્યક્તિને ભલે મળે તે માટે નોટોએ પણ મંજુરી આપતાં માનવતાએ યુએઈની નાગરિકતા ધરાવતી 14 વર્ષીય ખાદીજા અબ્દુલ્લા ઓબીદાલ્લા ચેન્નાઈની ફોર્ટીસ મલાર હોસ્પિટલમાં તેનુ નામ નોંધાયેલું હતું. તેમાં, ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.
સુરતના હિન્દુ યુવકનુ હૃદય ધબકતું કરાયું

હિંદુ ભગત પરિવારના યુવાન પરિમલભાઈના દાનમાં મેળવવામાં આવેલા હદયનું ટ્રાન્સપ્લાન્ટ યુએઈની 14 વર્ષીય કુમારી ખાદીજા અબ્દુલ્લા ઓબીદાલ્લામાં ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. કે. આર. બાલાક્રિશ્નન અને તેમની ટીમ દ્વારા શનિવારે સવારે ચેન્નાઈની ફોર્ટીસ મલાર હોસ્પીટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાં ખાદીજા દાખલ હતી તેમને હૃદય ટ્રાન્સપ્લાન્ટથી નવજીવન મળ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની આઈકેડીઆરસી ખાતે કરાયું હતું.
આગળ વાંચો, 14 માસમાં સુરતમાંથી હૃદયદાનનો 9મો કિસ્સો
X
surat's hindu youth's heart will transplant in muslim girl of uae
surat's hindu youth's heart will transplant in muslim girl of uae

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી