તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સચિન ફ્લાયઓવર એક વર્ષમાં જ હચમચી જતાં ટેકા આપવા પડ્યા!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: હજીરાથી પલસાણા તરફ જતા ફ્લાય ઓવર બ્રિજને છેલ્લા 20 દિવસથી બંધ કરવામાં આવ્યો હતો. એક વર્ષ પહેલા જ શરુુ કરવામાં આવેલા આ નવા બ્રિજના એક પીલરની બેરીંગમાં સમસ્યા આવી છે. જેના રીપેરીંગ માટે બ્રિજ બંધ કરી દેવાતા હજીરાથી આવતા વાહનોને નીચેથી જવુ પડતુ હતું.

- સચિન ફ્લાયઓવર એક વર્ષમાં જ હચમચી જતાં ટેકા આપવા પડ્યા!
- હજીરાથી આવતા વાહનો બ્રિજની નીચેથી પસાર કરાતા હતા
- અનેક વાહનચાલકોમાં ફેલાઈ રહેલો ભય
- બેરિંગમાં ખરાબી આવતા 20 દિવસથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો

સચિન જીઆઈડીસી પાસે રેલવે લાઈનની ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ હજીરાથી પલસાણા ચોકડી પાસે નેશનલ હાઈવે આઠને જોડે છે. હજીરાથી પલસાણા સુધીના નેશનલ હાઈવે છની દેખરેખ અને મેન્ટેનન્સનું કામ આઈસોલેક્સ કંપનિ કરી છે. આ બ્રિજ થોડા મહીના પહેલા જ હજીરા થી આવતા વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ તેના એક પીલરમાં બેરીંગની ગંભીર સમસ્યા આવતા તેને તુરંત બંધ કરી દેવાયો હતો. છેલ્લા 20 દિવસથી તેનું સમારકામ ચાલી રહ્યુ હતું. બે દિવસ પહેલા જ ફરી તે ખુલ્લો મુકાયો છે.

બ્રિજના એક પીલર નીચે લોખંડના એંગલ વડે સપોર્ટ આપવામાં આવ્યો છે. પીલરની આ ગંભીર સમસ્યાને જાણે સરળતાથી લેવાઈ રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે. ત્યાં જ બીજી તરફ હાલ એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા બ્રિજના પીલરમાં આટલી ગંભીર ભુલ ભ્રષ્ટાચારની પોલ ખોલી રહી છે. સુરત આમ પણ બ્રિજ દુર્ઘટનાઓ માટે કુખ્યાત છે ત્યારે લોકોમાં હવે ભય ફેલાઈ ગયો છે.
ઓથોરિટી પાસે પણ પૂરી જાણકારી નથી, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...