આ સુરતીઓને રોલ્સ નહીં પણ ‘રોયલ’ જોઇએ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આ સુરતીઓને રોલ્સ નહીં પણ ‘રોયલ’ જોઇએ
- પાવરફૂલ પરફોર્મન્સના કારણે 1938, 1959, 1964 ‌વર્ષના વિન્ટેજ બુલેટ સુરતીઓ ચલાવવાનું પસંદ કરી રહ્યાં છે
સુરત: બુલેટના પોઇન્ટ સેટ થાય છે ત્યારે રાઇડર પણ એની જાતને રેડી કરે છે. બુલેટનો પહેલો થમ્પ કાનમાં પડે ત્યારે એન્જિનની સાથે હાર્ટના પિસ્ટન પણ એક્ટિવ થાય..! ધીરે ધીરે બુલેટના થમ્પ સાથે રાઇડીંગ શરુ થાય છે ત્યારે જોનારા સમજી જાય છે કે ‘કિંગ ઇઝ નેવર ઇન હરી’. વિન્ટેજ બુલેટ એક રોયલ રાઇડ છે. બુલેટ લવર્સ આ બાઇક ચલાવતા નથી પણ થમ્પથી એમની હાર્ટબિટ્સ તાલથી તાલ મેળવે છે. જેમ એન્જિનની પાઇપ્સમાં ઓઇલ ફરે છે એમ રાઇડરની નસમાં પણ ખુમારી વહે છે. ટફ રાઇડર્સના આવા જ રોયલ શોખના કારણે 1938, 1959, 1964 ‌વર્ષના વિન્ટેજ બુલેટ સુરતના રસ્તે ફરી રહ્યાં છે. સિટીના બુલેટ લવર્સ કહે છે કે રોયલમાં જે મજા છે એ રોલ્સમાં પણ નથી. આ જ કારણે બુલેટ અમારા માટે ખાસ છે.
બુલેટનું ફાયરીંગ મારી દરેક રાઇડને અલગ બનાવે છે

કલ્પેશ આચાર્યા કહે છે કે 2009માં 1964નું બુલેટ બાઇકને મારા પાર્કિંગમાં સ્થાન આપ્યું. એ સમયે મારી પાસે ઘણી બધી વિન્ટેજ બાઇક્સના ઓપ્શન હતાં પણ સૌથી વધુ એટ્રેક્ટિવ, ડ્યુરેબલ અને સક્સેસફૂલ માત્ર બુલેટ જ હતું. બુલેટ એક ક્લાસિક મોટર સાઇકલ છે અને વિન્ટેજ બુલેટની તો પર્સનાલિટી જ કંઇક અલગ છે. બુલેટનું ફાયરીંગ જ મને દરેક રાઇડને અલગ જ થ્રીલ આપે છે.
19 કિલોની ક્રેંક મને પરફેક્ટ સ્ટ્રોક્સ અને થમ્પ આપે છે
અમીત ભગતજી કહે છે કે મારી પાસે 1959નું ઇંગ્લેન્ડનું રોયલ એનફિલ્ડ છે જેમાં 19 કિલોની ક્રેંક છે જે મને પરફેક્ટ સ્ટ્રોક્સ અને થમ્પ આપે છે. જે બાઇકનો લોગો જ ગન જેટલો પાવરફૂલ હોય ત્યારે એ બાઇકનું રાઇડીંગ કેવું હશે એ તો કલ્પી શકાય..! હું જ્યારે પણ મારી બુલેટ લઇને નિકળુ છું ત્યારે દરેક રાઇડ મારી પહેલી રાઇડ હોય એવું લાગે છે.
બુલેટથી ટફ રસ્તાઓ પણ મને ઇઝી લાગે છે, આ અંગે વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો....