તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આખો દિવસ કામ કરે છે, રાતે એમ્બ્યુલન્સ સર્વિસ આપીને જીવ બચાવે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: સુરતમાં 51 એવા રિક્ષાવાળા છે જે દિવસભર કામ કરીને રાત્રે ફ્રી એમ્બ્યુલન્સ અને કેબ સર્વિસ આપે છે. રાત્રીના 11થી સવારે 5 વાગ્યા સુધી આ સર્વિસ ચાલુ રહે છે. તે લોકો દિવસે પણ વિકલાંગ તથા વૃદ્ધોની મદદ કરે છે. સુરતના રિક્ષાચાલક પ્રશાંત પાટિલ જણાવે છે કે રાતે મેડિકલ ઇમરજન્સીના સમયે સાધન મળવું મુશ્કેલ હોય છે. કેટલીક વખતે સાધન ન મળવાના કારણે લોકોનાં મોત પણ થાય છે.
લોકેશન જાણીને મદદ કરે છે
રિક્ષાચાલક હોવાના કારણે હું શહેર વિશે સારી રીતે જાણું છું. લોકોને જરૂરિયાતના સમયે મદદ મળી રહે તે માટે રાતે ઇમરજન્સી સેવા આપવાનું નક્કી કર્યું. 2008માં એકલાએ શરૂઆત કરી પરંતુ તે પછી બીજા રિક્ષાવાળા પણ જોડાયા. લોકો અમારો સંપર્ક કરી શકે તે માટે રિક્ષા પાછળ મોબાઇલ નંબર લખાવ્યો છે. જ્યારે કોઇનો ફોન આવે ત્યારે તેનું લોકેશન જાણીને તે વિસ્તારની નજીકના અમારા સાથીને તે વ્યક્તિ પાસે મોકલીએ છે. પ્રશાંતના કહેવા પ્રમાણે તે અને તેના મિત્રો અત્યાર સુધી સેંકડો લોકોની મદદ કરી ચૂક્યા છે.
ઊંઘવા જતો હતો ત્યારે જ અેટેક આવ્યો, રિક્ષાવાળાએ જીવ બચાવ્યો
રાજુ અંબાલાલ પટેલ એ દિવસ યાદ કરીને ફફડી ઊઠે છે, જ્યારે તેમને હાર્ટઅેટેક આવ્યો હતો. તે જણાવે છે કે તે પોતાના દીકરા સાથે ઘરે એકલા હતા. રાતે લગભગ એક વાગ્યાની આસપાસ તેમને અેટેક આવ્યો અને તેમનો દીકરો પણ ગભરાઇ ગયો. એક વાર રસ્તે ચાલતા રિક્ષા ગ્રુપવાળા પ્રશાંત પાટિલનો નંબર ઇમરજન્સી માટે નોંધી લીધો હતો. તે દિવસે નંબર કામ લાગ્યો. દીકરાએ પાટિલ પાસે મદદ માંગી તે અમને સૌથી પહેલાં નજીકની એક હોસ્પિટલમાં લઇ ગયો. ત્યાંથી દર્દ ઓછું કરવાની દવા લીધી અને પછી હાર્ટ હાસ્પિટલ લઇ ગયા. મને ભરતી કર્યા પછી જ પ્રશાંત ત્યાંથી ગયો.
દીકરીને ડિલિવરીનું પેઇન થયું તો સવા વર્ષ પછી ફરી મદદ માંગી
શ્રીરામ ચૌધરીની આ ગ્રુપે બે વખત મદદ કરી હતી. તે જણાવે છે કે, રાતનો સમય હતો. મારી મોટી દીકરીને ખૂબ જ પીડા થઇ રહી હતી. ઘરે કોઇ વાહન નહોતું. એમ્બ્યુલન્સને મદદ માટે બોલાવી પરંતુ દર્દ વધતું જતું હતું. હું વાહન શોધવા માટે રોડ પર ગયો. સદભાગ્ય કે નજીકમાં એક રિક્ષા જતી જોવા મળી. રિક્ષાવાળાએ તરત જ અમને હોસ્પિટલ પહોંચાડ્યા પરંતુ કોઇ પૈસા લીધા નહીં. રિક્ષાચાલક દીપક ચૌધરી હતા. મેં તેમનો નંબર લઇ લીધો હતો અને સવા વર્ષ પછી જ્યારે મારી બીજી દીકરીને ડિલિવરીનું પેઇન થયું ત્યારે મેં સૌથી પહેલા દીપકને જ મદદ માટે બોલાવ્યા.
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો