સુરત: ઈન્ટરસ્ટેટ પિડિયાટ્રીક હૃદય ટ્રાન્સપ્લાન્ટનો બીજો બનાવ પણ ગુજરાતમાં સુરતના નામે નોંધાયો હતો. કતારગામના કારખાનેદારના પુત્રને બ્રેનડેડ જાહેર થતાં તેમના ઓર્ગન ડોનેટનો પરિવારજનોએ સરાહનીય નિર્ણય લીધો હતો. સુરતથી હાર્ટ હેલિકોપ્ટરમાં માત્ર દોઢ કલાકમાં મુંબઈ મુલુન્ડની ખાનગી હોસ્પિટલ લઈ જવાયું હતું અને ત્યાંના ખેડૂત પુત્રમાં ધબકતું કર્યું હતું. તેમજ ચાર વ્યક્તિને નવજીવન, બે વ્યક્તિને નવી રોશની આપી ઉમદા કાર્ય થયું હતું.
સુરતમાંથી ઈન્ટર સ્ટેટ પિડિયાટ્રિક હૃદય ટ્રાન્સપ્લાન્ટનો બીજો બનાવ
કતારગામની કુસુમપાર્ક સોસાયટી ખાતે રહેતાં રમેશભાઈ પ્રાગજીભાઈ ગજેરાનો 19 વર્ષીય પુત્ર કિવન અમરોલીની સી. જે. પટેલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગત 8મી સપ્ટેમ્બરે છાપરભાઠામાં વી. બી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે આંતરકોલેજ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ત્રીજા રાઉન્ડમાં જ તે જીતી ગયો હતો. પરંતુ કુદરતના એક જ કઠુરાઘાતમાં તે રિંગ પાસે જ ઢળી પડ્યો હતો. કિવનના મગજમાં લોહી જામી ગયું હોવાનું નિદાન થતાં આયુષ આઈસીયુ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જરી કરાઇ હતી. જોકે 10 સપ્ટેમ્બરે તેને બ્રેનડેડ જાહેર કરાયો હતો.
કિવનનાં અંગોનું દાન કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો
આયુષના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. રમેશ પટેલે ડોનેટ લાઈફ સંસ્થાને જાણ કરતાં કિવનના પરિવારજનોને ઓર્ગન ડોનેશનનું મહત્ત્વ જાણી પોતાના ગુરુ પ.પૂ. સદગુરુ જ્ઞાનજીવનદાસ સ્વામી કંદળવાળાને પૂછ્યું, જે પછી કિવનનાં અંગોનું દાન કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. તેથી અમદાવાદની કિડની ઈન્સ્ટિટ્યુટ એન્ડ રિસર્ચ સેન્ટરના ડો.જમાલ રિઝવીનો તથા હૃદય દાન માટે મુંબઈ ઝેડટીસીસીના કોઓડિનેટર રાહૂલનો સંપર્ક કરાયો હતો.
આગળની સ્લાઇડમાં વાંચો, કિવનના લિવરથી પણ અન્ય એકને નવ જીવન મળ્યું.....