તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારડોલી: ડુંગરીમાં 10 બાળકો ઓરી, ન્યૂમોનિયાનાં ભરડામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી: મહુવા તાલુકાનાં ડુંગરી ગામે મઢી સુગર ફેક્ટરીના પડાવમાં રહેતા મજૂરોના 10 બાળકોને અચાનક તાવ, ખાસી અને ઝાડા જેવી ફરિયાદ થતાં તેમને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામ બાળકોની ઓરી અને ન્યુમોનિયાની બીમારી હોવાનું સામે આવ્યું છે. 10 પૈકી એક વર્ષની એક બાળકીની તબિયત ગંભીર હોવાનું તબીબે જણાવ્યુ હતું. તમામ બાળકોની સારવાર ચાલુ છે.
- ડુંગરીમાં 10 બાળકો ઓરી, ન્યૂમોનિયાનાં ભરડામાં
- રોગચાળો: ડુંગરી ગામે સુગર ફેક્ટરીનાં પડાવમાં રહેતા 10 બાળકોની અચાનક તબિયત લથડતા લોકોમાં ભય
- તમામ બાળકો બારડોલીની હોસ્પિટલમાં સારવાર હેઠળ, 1ની હાલત ગંભીર અન્ય બાળકોની સ્વાસ્થ સુધર્યું
આ અંગે સરદાર સ્મારક હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના કેટલાક પરિવારો બારડોલી તાલુકાની મઢી સુગર ફેક્ટરીમાં શેરડી કાપવાની મજૂરી માટે આવ્યા છે. તેમનો પડાવ મહુવા તાલુકાનાં ડુંગરી ગામે આવેલ છે. શુક્રવારના રોજ પડાવમાં રહેતા મજૂરોના બાળકો અચાનક બીમાર પડવા લાગતાં દોડધામ મચી ગઈ હતી. એક પછી એક બાળકોને તાવ, ઉધરસ, અને ઝાડા – ઉલ્ટીની ફરિયાદ થતાં જ પડાવમાં ચિંતા ફેલાય ગઈ હતી. બાળકોની સ્થિતિ વધુ વણસતા મજૂરો પોતપોતાના બાળકોને લઈને સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.

જ્યાં તમામ 10 બાળકો ગંભીર હાલતમાં હોય તેમને ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી. તમામ બાળકોના લોહીના નમૂના લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં બાળકોને ન્યુમોનિયા અને ઓરી હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન આજે બીજા દિવસે 10 પૈકી 4 બાળકોને આઇસીયુમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય 6 બાળકોની બાળકોના વોર્ડમાં સારવાર ચાલી રહી છે. આઇસીયુમાં દાખલ એક બાળકી સિંગી કૈલાશ નાઇક (1)ની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવ્યુ હતું. જ્યારે અન્ય બાળકોની હાલત સુધારા પર છે.
અગાઉ રસી ન મુકાઇ હોવાથી અસર થઇ શકે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...