સુરત: સર્વિસ ટેકસના રેટમાં સીધો 1.5 ટકાનો વધારો અમલમાં આવશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર્વિસ ટેકસના રેટમાં સીધો 1.5 ટકાનો વધારો અમલમાં આવશે
પહેલી જુનથી હોટલમાં ખાવાથી લઈ, પાર્લરમાં તૈયાર થવુ બધુ જ મોંઘું
લોકોએ દરેક ક્ષેત્રમાં 1.50 થી 1.64 ટકા સુધીના વધારા માટે તૈયાર રહેવુ પડશે
નેગેટિવ લિસ્ટ સિવાયની દરેક સર્વિસિસ મોંઘી થશે

સુરત: બહુત હુઇ મહંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર ’ ના નારા સાથે દિલ્હીની ગાદી પર સત્તારૂઢ થનારી ભાજપ સરકારના કાર્યકાળને એક વર્ષ થયું છે ત્યારે અચ્છે દિનની રાહ જોઇ રહેલા લોકો માટે પહેલી જુનથી દરેક પ્રકારના સ્લોગન ભૂલી મોંઘવારી સામે બાંયો ચઢાવવાનો વારો આવશે. પહેલી જુનથી સર્વિસ ટેક્સના રેટમાં સીધો 1.50 ટકાનો વધારો થઈ થનાર છે. નેગેટિવ લિસ્ટ સિવાય દરેક સર્વિસિસ પર ટેક્સ લાગતો હોય લોકોએ હોટલમાં જમવાથી લઇ પાર્લરમાં તૈયાર થવા સુધી વધુ નાણાં ખર્ચવા પડશે.

ચાલુ નાણાંકિય વર્ષના બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા સર્વિસ ટકેસ રેટમાં 12.36 ટકાથી વધારી સીધા 14 ટકા કર્યા હતા. જેનો અમલ ત્રણ મહિના લંબાયા હતો. હવે 1લી જુનથી 14 ટકા ટેકસ લાગવા જઈ રહ્યો છે. ત્યારે લોકોએ પણ દરેક ક્ષેત્રમાં આવી રહેલાં 1.50 થી 1.64 ટકા સુધીના વધારા માટે તૈયાર રહેવુ પડશે. સુરતમાં ખાણી-પીણીની જાણીતી લારીઓ અને હોટલમાં લોકો રીતસર તુટી પડતા હોય છે. હવે લોકોનું જમવાનું બિલ વધારે આવશે. આ ઉપરાંત ઘણાં જ યંગસ્ટર્સ પાર્લરમાં જતાં હોય છે. એટલે તમામને આ વધારો અસર કરી જશે. સી.એ. હાર્દિક શાહ કહે છે કે નેગેટિવ લિસ્ટ સિવાયની દરેક સર્વિસિસ મોંઘી થઇ જશે.
આ સેકટર વધુ ઇફેક્ટ કરશે
હોટલ
મોટાભાગના લોકો શનિ, રવિ અને રજાના દિવસોએ હોટલમાં જમતા હોય છે. અગાઉના હજારના બિલ પર 12 ટકા લાગતા હતા તો હવે 14 ટકા લાગશે.
હોટલના રૂમ
શહેરમાં નાની-મોટી મળી અનેક એવી હોટલ છે જ્યાં રોજ અનેક મુસાફરો-મુલાકાતી રોકાતા હોય છે. રૂમનું ભાડું હવે મોંઘુ થઈ જશે.
બુકિંગ મોંઘું
ફલેટ, શોપ કે ઓફિસ ખરીદી પર પણ સર્વિસ ટેક્સનો વધારો થશે. રીઅલ એસ્ટેટમાં જ્યાં એક તરફ મંદીની બૂમ છે ત્યાં બીજી તરફ લોકો પર ભારણ વધતા બિલ્ડરો મૂંઝાશે.
ભાડું વધશે
ઓફિસ કે રેન્ટ પર લેવાતી મિલકતના ભાવમાં પણ વધારો થશે. રેન્ટની કુલ રકમ પર હવે 14 ટકા સર્વિસ ટેક્સ લાગશે. ટેક્સટાઇલ માર્કેટમાં અનેક દુકાન ભાડે લેવાય છે.
મોબાઇલનું બિલ વધશે
મોબાઇલનું બિલ હવે અગાઉ કરતાં 1.50 ટકા ટેકસ સાથે વધુ આવશે. કંપનીઓએ વધારા અંગે મેસેજ મોકલવાના શરૂ પણ કરી દીધા છે.
ટ્રેન ટિકિટ
એ.સી. કોચના રિઝર્વેશન પર સર્વિસ ટેક્સ લાગે છે. ઉપરાંત ટ્રેનમાં જે સુવિધા આપવામાં આવે છે તે મોંઘી થશે. ટ્રેનમાં અપાતી બીજી સર્વિસ પણ મોંઘી થશે.
સુરક્ષા
અનેક કંપનીઓ અને બેન્કો સિકયુરિટી સર્વિસની લેવા લે છે. સર્વિસ ટેક્સ વધતા એક રીતે સુરક્ષા સંબંધિત આ સેવા પણ મોંઘી થશે.
શ્રૃંગાર
પાર્લરમાં જતા યુવક-યુવતીઓનું બિલ વધુ આવશે. પાર્લરની સેવા પણ મોઘી બનશે. યુવાનો અને ખાસ કરીને યુવતીઓને આ વધારો વધુ અસર કરી જશે.
એમ્યુઝમેન્ટ પાર્ક દઝાડશે
સર્વિસ ટેક્સનો વધારો અેમ્યુઝમેન્ટ પાર્કનું બિલ વધારી દેશે. બાળકોને આ પ્રકારના પાર્કમાં લઇ જવું વાલીઓ માટે અઘરુ બનશે.
ટ્રાન્સપોર્ટ ચાર્જ વધશે
ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં વધારો થતાં માલની ડિલિવરી મોંઘી બનશે. ખાસ કરીને ટેક્સટાઇલ સેકટરને સૌથી વધુ અસર થશે.
ટેક્સટાઇલ પર વધુ અસર
ટ્રાન્સપોર્ટેશન પર આવી રહેલાં સર્વિસ ટેકસના વધારાના લીધે ટેક્સટાઇલ સેકટર પર વધુ અસર થનાર છે. સર્વિસ ટેક્સના જાણકાર સી.એ. પ્રકાશ ભંભાની કહે છે કે અગાઉ કુલ ટર્નઓવર પરના 25 ટકા પર 12.36 ટકા ટેક્સ લાગતો હતો. હવે કુલ ટર્નઓવરના 30 ટકા પર 14 ટકા ટેક્સલાગશે. દા.ત. અગાઉ 1 લાખનો ધંધો હોય તો 25000 પર 12.36 ટકા ટેક્સ હતો હવે 30000 પર 14 ટકા ટેક્સ ભરવો પડશે. એટલે સીધો રૂપિયા 1640નો વધારો. આ ઉપરાંત શહેરમાં આવેલી 150 જેટલી ટેક્સટાઇલ માર્કેટમાં જે વેપારીઓ પાસે મેન્ટેનન્સની રકમ ઉઘરાવવામાં આવે છે તેમાં પણ વધારો થશે.
ડાયમંડ પર ઓછી અસર
ડાયમંડ ક્ષેત્ર પર અસર ઓછી થશે. મશીનરીના મેન્ટેનન્સ પર ટેક્સ વધશે. ઉપરાંત સિકયુરિટીનો ઉપયોગ કરનારી ડાયમંડ કંપનીઓએ વધુ પેમેન્ટ ચૂકવવુ પડશે.
અન્ય સમાચારો પણ છે...