તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેફર્સ વેચનારાએ બેંકમાં રૂપિયા એક કરોડ જમા કરાવતાં આઇટીનો સરવે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: પીએમજીકેવાયમાં સુરતે રૂપિયા 100 કરોડનું ઉઘરાણું થઈ ગયા બાદ પણ આઇટી અધિકારીઓએ સ્કીમને સફળ બનાવવા માટે સરવે ચાલુ રાખ્યા છે.  સોમવારે વરાછાના વેફર્સના વેપારી,  સીએનજી, નાનપુરાના તમાકુના વેપારી અને પેટ્રોલ પંપ ઉપરાંત કતારગામના એક ઓટોમોબાઇલ્સના ડીલરને વરૂણીમાં લીધા હતા. વરાછાના વેફર્સના વેપારીએ નોટબંધીમાં 1 કરોડ જમા કરતાં અધિકારીઓને કેસમાં વિવિધતા દેખાતા તપાસ કરી હતી. તમામ જગ્યાએ હાલ સરવે શરૂ છે.
 
શહેરના પેટ્રોલપંપ, ઓટોમોબાઇલ્સ ડીલર, સીએનજી પંપ અને નાનપુરાનો તમાકુનો વેપારી વરૂણીમાં
પીએમજીકેવાય (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના)માં અધિકારીઓ 31મી માર્ચ સુધી લગે રહોના મૂડમાં છે. પરંતુ મોટા બિલ્ડર કે ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓ નોટબંધી દરમિયાન આઇટીની ઝપટે ચઢયા નથી, સરવે માત્રને માત્ર નાના કરદાતાઓ પર જ થઈ રહ્યો છે. આજે રેન્જ-8 દ્વારા નોટબંધી દરમિયાન રૂપિયા બે કરોડ ડિપોઝિટ કરનારા અને વાર્ષિક રૂપિયા નવ કરોડનું ટર્નઓવર ધરાવનારા કતારગામના સરસિયા પેટ્રોલ પંપ પર તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત એક ટીમે કતારગામના કોર ઓટોને સાણસામાં લીધો હતો. નોટબંધી દરમિયાન ઓટોમોબાઇલ્સ સંચાલક દ્વારા રૂપિયા 50 લાખની ડિપોઝિટ કરવામાં આવી હતી. 
 
રેન્જ-7 દ્વારા કતારગામના વેફર્સના વેપારીને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ વેપારી દ્વારા નોટંબધીના સમય દરમિયાન રૂપિયા એ કરોડ ડિપોઝિટ કર્યા હતા. આ ઉપરાંત એક સીએનજી પંપના સંચાલકને પણ વરૂણીમાં લેવાયો હતો. તેમણે રૂપિયા 80 લાખની ડિપોઝિટ કરી હતી. જ્યારે રેન્જ-5 દ્વારા નાનપુરાના તમાકુના વેપારી અને એચયુએફ (હિંદુ અનડિવાઇડેડ ફેમિલી) એવા રમેશ તમાકુવાલાને ત્યાં તપાસ કરવામાં આવી હતી બંને કેસ મળીને કુલ રૂપિયા 60 લાખ બેન્કમાં ભરવામાં આવ્યા હતા. શહેરના તમામ છ ઠેકાણે હાલ તપાસ ચાલી રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો