તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિઝનની પૂર્ણાહુતિએ વરસાદ શરૂ, દિવસ દરમિયાન 1 ઇંચ ખાબક્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ બાદ રવિવારે સવારથી જ વરસાદ વરસવાનું શરુ થઈ ગયુ હતું. સમગ્ર દિવસ દરમિયાન શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રવિવાર હોવાથી લોકોએ વરસાદની મજા માણી હતી. દરમિયાન સૌથી વધુ બે ઇંચ વરસાદ માંગરોળ તાલુકામાં નોંધાયો હતો.
મેઘરાજાએ ચોમાસાની પૂર્ણાહુતિએ ફરી વરસવાનું શરુ કરી દીધુ છે. મહિનો વિરામ બાદ ભાદરવા મહિને વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન રવિવારના રોજ શહેર તથા જીલ્લામાં મેઘની અવિરત સવારી ચાલુ રહી હતી. શહેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે બારડોલીમાં 12 મિમી, ચોર્યાસીમાં 17 મિમી, કામરેજમાં 6 મિમી, મહુવામાં એક ઇંચ, માંડવીમાં 14 મિમી, માંગરોળમાં બે ઇંચ, ઓલપાડમાં 12 મિમી, પલાસાણામાં 14 મિમી અને ઉમરપાડામાં 11 મિમી વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરવાસમાં રવિવારે સમગ્ર દિવસ દરમિયાન વરસાદ બંધ રહ્યો હતો. પરંતુ મોડી રાતે થયેલા વરસાદને પગલે કેચમેન્ટ વિસ્તારમાં પાણીની આવક થઈ હતી. જેથી ઉકાઈ ડેમમાં 44 હજાર ક્યુસેક્સ પાણીની આવક રવિવારે થઈ હતી. ડેમની સપાટી 334.87 ફુટ નોંધાઈ હતી.
સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ વરસાદ
વરાછામાં 9, રાંદેરમાં 18 મિમી, કતારગામમાં 13 મિમી, સેન્ટ્રન ઝોનમાં 1 ઇંચ અઠવામાં 12 મિમી, લિંબાયતમાં 22 મિમી ઉધનામાં 10 મિમી નોંધાયો
મહત્તમ તાપમાન ઘટીને 27 ડિગ્રી
વરસાદને કારણે ફરી રાહત થઈ છે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી પહોંચી ગયું હતુ. તેમાં ઘટાડો થઈ તાપમાન 27 ડિગ્રી નોંધાયુ છે.
અન્ય સમાચારો પણ છે...