તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: ગુમ થયેલી પુત્રીની શોધમાં લાચાર પિતા વડાપ્રધાન-ગૃહમંત્રીના શરણે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: બે મહીના અગાઉ સચીન જીઆડીસી વિસ્તારમાથી રહસ્યમ સંજોગોમાં ગુમ થયેલી એક કીશોરીની શોધખોળમાં પોલીસની નિષ્ક્રીયતાને પગલે લાચાર પિતાએ વડાપ્રધાન અને ગૃહમંત્રીની શરણમાં જવાનો વારો આવ્યો છે. પિતાનો આક્ષેપ છે કે ગુમ પુત્રીનું સ્થાનીક 3 યુવકોએ અપહરણ કર્યું હોવાની રજુઆત કરવા છતાં પોલીસ આ બાબતે ગંભીરતા દાખવતી નથી, જેથી આ બાબતે વડાપ્રધાનને રજુઆત કરી છે.
બે મહિના સુધી પોલીસ નિષ્ક્રીય જ રહેતા પરિવાર નારાજ

સચીન જીઆઈડીસી પાલીગામ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરીવારની 13 વર્ષિય પુત્રી નિર્ભયા(નામ બદલ્યુ છે) ગઈ તા.9મી મેના રોજ પોતાના ઘરેથી સ્કુલમાં એડમીશન મેળવવા માટે નિકળી હતી. જોકે ત્યાર બાદ તે મોડી સાંજ સુધી ઘરે પરત ફરી ન હતી. જેથી તેના પરીવારે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડે સુધી તેનો ક્યાંય પત્તો ન લાગતા આખરે તેના પિતાએ સચીન જીઆડીસી પોલીસ મથકે જાણ કરી હતી. કીશોરી ગુમ થઈ હોવા છતા પોલીસે પિતાની ફરીયાદ નોંધાવાની જગ્યાએ માત્ર અરજી લઈ લીધી હતી.
3 યુવકોએ અપહરણ કર્યાની રજૂઆત છતાં પરિણામ શૂન્ય
બે દિવસ સુધી પુત્રીની શોધખોળ બાબતે પોલીસ નિષ્ક્રીય જણાતા પિતાએ પોલીસ કમિશનર કચેરી ખાતે રજુઆત કરી હતી. જેને પગલે આખરે બે દિવસ બાદ સચીન જીઆડીસી પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ કીશોરીન પિતાએ તપાસ કરતા તેમને ઘર નજીક રહેતા લક્ષ્મણ બિહારી, રાહુલ કુશવાહા અને લવકુશ નામના યુવકો તેમની પુત્રીને રીક્ષામાં લઈ ગયા હોવાનુ એક પરીચીત વ્યક્તિએ જણાવતા તેઓ તે વ્યક્તિને લઈ પોલીસ મથકે ગયા હતા અને આ ત્રણે યુવકોએ તેમની પુત્રીનુ અપહરણ કર્યુ હોવાની રજુઆત કરી હતી. જોકે સચીન જીઆઈડીસી પોલીસે ત્રણે યુવકોની પુછપરછ બાદ તેમને રવાના કરી દીધા હતા.

વાંરવારની રજુઆત છતા પોલીસ કીશોરીને શોધવા બાબતે નિષ્ક્રીય જણાતા આખરે કીશોરીના પિતાએ દિલ્હીનુ શરણુ લીધુ હતુ. ગઈ તા.12મી જુલાઈના રોજ તેમણે રાષ્ટ્રીય મહીલા આયોગને અને 15 જુલાઈના રોજ વડાપ્રધાન અને ગૃહમંત્રીને લેખીત રજુઆત કરી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી તેમની પુત્રીની શોધખોળ કરાવવા અને ન્યાય અપાવવાની માંગણી કરી છે.


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો