તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતું મેઇન્ટેઇન ન કરનારા સુરતીઓ પાસે SBI દોઢ કરોડનો ચાર્જ વસૂલશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: નોટબંધી પછીની ઇફેટ્સ સમાન ખાનગી બેંકો દ્વારા 4 વખતથી વધુ વિથ્ડ્રો સામે વસુલાતા ચાર્જની માફક એસબીઆઇ દ્વારા પણ 3 ટ્રાન્ઝેક્શન પછી વસુલાનારા ચાર્જની સાથે નોટબંધીના બીજા દૌર સમાન 5 હજારથી ઓછું બેલેન્સ રાખનાર સામે ખાતેદારો સામે ચાર્જ વસુલવાનો નિર્ણય લેવાયો છે. જે પૈકી એસબીઆઇ સુરતીઓ પાસેથી એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં 1.50 કરોડથી વધુનો ચાર્જ ઝીંકશે.
 
મેન્ટેનન્સ ચાર્જની વસૂલાતને લઇને બેંકર્સમાં પણ ભારે મૂંઝવણ
 
સૂત્રો પાસેથી જાણવા મળતી મહિતી મુજબ, લોકોને ડિજિટલ પેમેન્ટ તરફ ફરજીયાત વાળવા કેન્દ્વ સરકારે બેંકોને આપેલી સત્તાના કારણે છેલ્લાં એકમાસથી વસુલવામાં આવી રહેલા વિવિધ ચાર્જ પૈકી વધારાનો ચાર્જ સમાન એકાઉન્ટ મેઇન્ટેનેન્સ ચાર્જ ઝીંકી દેવામાં આવ્યો છે. એવામાં ડીજીટલ પેમેન્ટના કારણે એકાઉન્ટ ઓપનીંગની સંખ્યામાં વધારો નોંધાયો છે. સુરત એસબીઆઇની વાત કરીયે તો 73 બ્રાંચ દીઠ શહેરના 80 લાખથી વધુ સેવિંગ્સ તેમજ કરંટ અેકાઉન્ટ છે. એવામાં 5 હજારથી ઓછું બેલેન્સ રાખનાર સામે 15 રૂપિયા પ્રતિમાસ તેમજ 3 હજારથી ઓછું બેલેન્સ રાખનાર સામે પ્રતિમાસ 40 રૂપિયા જ્યારે એક હજારથી ઓછું બેલેન્સ રાખનાર ખાતેદાર પાસેથી 45 રૂપિયા પ્રતિમાસ ચાર્જ વસુલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 
એવામાં 5 લાખ જેટલા સેવિંગ્સ તેમજ કરંટ ખાતાઓ માટે નક્કી કરેલી લિમિટમાં બેલેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વાર્ષિક 15 હજારથી ઓછું બેલેન્સ રાખનાર ખાતેદાર સામે ડેબિટ કાર્ડના યુઝિંગ ચાર્જ રૂપે 30 રૂપિયા ત્રિમાસિક વસુલાશે. જ્યારે કરંટ ખાતેદારોએ 25 હજારથી ઓછું બેલેન્સ રાખનાર પાસેથી માસિક 170 રૂપિયા ચાર્જ વસુલવામાં આવશે. તેમજ 5 થી 10 હજારનું બેલેન્સ રાખનાર ખાતેદારે 190 જ્યારે એક હજાર રૂપિયો બેલેન્સ રાખનાર ખાતેદારે 200 રૂપિયા ચૂકવવા તૈયારી રાખવી પડશે, એવામાં સામાન્ય વ્યકિત તેમજ વેપારીઓ દ્વારા આ ચાર્જીસ સામે રોષ હમણાંથી જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ ચાર્જીસને લઇને બેંક દ્વારા તૈયાર થઇ રહેલી યાદીઓના આધારે એસબીઆઇ એપ્રિલના પ્રથમ અઠવાડિયા દરમ્યાન 1.50 કરોડથી વધુનો ચાર્જ વસુલશે.
 
બેંકોને કોઈ નોટિફિકેશન જ મળ્યું નથી

એસબીઆઇના વડા અધિકારીઓ સાથે થયેલી ચર્ચામાં જાણવા મળ્યું હતું કે, હજુ પણ ચાર્જીસમાં ફેરફાર થઇ શકે તેમ છે. નોટીફિકેશન મળ્યું નથી. માટે કેટલો અને કઇ રીતે ચાર્જ વસુલાત કરવો તે અંગે ચોખવટ નહીં થતાં ચાર્જીસ વસુલાત બાબતે બેકર્સ મૂંઝાઈ રહ્યા છે. નોટીફિકેશન મળ્યા બાદ બેંકની બહાર નોટિસ લગાડાશે. એક શક્યતા એ પણ છે કે બેંક ચાર્જમાં ઘટાડા સાથે સમય મર્યાદામાં પણ ફેરફાર થશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો