તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરી ગામના સરપંચનો પતિ જ દેશી દારૂ વેચતો ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ: બારડોલી તાલુકાના મોરી ઉછેરેલ ગામની સીમમાં ગૌચરની જમીનમાં એક ઈસમ દેશી દારૂ વેચતો હોવાની બાતમી આધારે કડોદ ઓપીના સ્ટાફે રેડ કરી હતી. જેમાં દારૂ વેચતા ઈસમને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે 17 લિટર દારૂ મળી કુલે 4970નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા વધુ તપાસ કરતા આ પકડાયેલો ઈસમ મોરી ઉછેલ ગામની મહિલા સરંપચનો પતિ હોવાનું બહાર આવ્યું હતું.
અખાદ્ય ગોળ સપ્લાય કરનાર મારવાડીન વોન્ટેડ જાહેર
પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના મોરી ઉછરેલ ગામે ગૌચરની જમીનમાં એક ઈસમે દાશી દારૂનું વેચાણ કરી રહ્યો હોય જે આધારે કડોદ ઓપીના જમાદાર હેમંત મહેતા અને તેમના સ્ટાફ સાથે મોરી ઉછેરેલ ગામે ગૌચરની જમીનમાં ઝાડીમાં બેસીને દેશી દારૂ વેચતો પ્રવીણ ભાણાભાઈ હળપતિ (રહે. મોરી ઉછરેલ 115 ગાળા, તા. બારડોલી) હોય જેને રંગે હાથે ઝડપીપાડ્યો હતો. જેની પાસેથી પોલીસે એક કોથળામાંથી 17 લિટર દેશી દારૂ અને અંગ ઝડતીમાંથી મોબાઈલ અને રૂપિયા મળી કુલે 4970નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ સાથે દારૂ બનાવવા માટે ગોળ આપનાર સુખદેવ ગુર્જર (ખોજ, તા.બારડોલી)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટનામાં વધુ તપાસ કરતાં દેશી દાર વેચાણ કરનાર પ્રવીણ હળપતિ એ મોરી ઉછરેલ ગામે સરપંચ તરીકે ફરજ બજાવતા સીતાબહેન હળપતિનો પતિ હોવાનું જાણવા મળેલ છે.
અન્ય સમાચારો પણ છે...