તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદ પરિવારોને કલાપી શાળાની કન્યાઓનું અનોખું દાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: વરાછાની પાલિકા સંચાલિત કવિશ્રી કલાપી કન્યા શાળાની 450 વિદ્યાર્થિનીએ દેશભક્તિ માટેનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. શાળામાં અભ્યાસ કરતી 5થી 13 વર્ષની વિદ્યાર્થિનીઓ તેમનો જન્મ દિવસ ચોકલેટ વેચીને ઉજવવાની જગ્યાએ ચોકલેટના રૂપિયા શાળાની વિરાંજલી યોજનામાં આપે છે. અત્યાર સુધી કન્યા શાળા દ્વારા 2016માં 4100 રૂપિયા અને 2017માં 3300 રૂપિયા આપવામાં આવ્યા છે.

શું છે વિરાંજલી યોજના

વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોનો જન્મ દિવસ હોય ત્યારે ચોકલેટની જગ્યાએ ચોકલેટના રૂપિયા વિરાંજલી યોજનામાં ભેટ અપાય છે. આ રૂપિયાને જય જવાન નાગરીક સમિતી દ્વારા શહિદોના પરિવારને દાન અપાય છે.
 
400 વિદ્યાર્થિનીઓએ 10 રૂપિયાથી 100 રૂપિયા દાન આપ્યા
 
કલાપી કન્યા વિદ્યાલયમાં 450 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે, તમામ વિદ્યાર્થિનીઓ વિરાંજલી યોજનામાં 10 રૂપિયાથી લઈને 100 રૂયિયા સુધીની ભેટ આપે છે. જે વિદ્યાર્થિનીઓ તેમના જન્મ દિવસમાં રૂપિયા નહોતી આપી શકતી તે વિદ્યાર્થિનીઓ પણ તેમના જન્મ દિવસ નિમિતે વિરાંજલી યોજનમાં રૂપિયા આપવા માટે લાવે છે.
 
શિક્ષકો પણ જન્મ દિવસે આપે છે દાન

વિદ્યાર્થિનીઓમાં દેશ ભાવના વિકાસે તે માટે યોજના અમલમાં મુકવામાં આવી છે. પરંતુ વિદ્યાર્થિનીઓની સાથે સાથે સ્કુલના ટીચર પણ તેમનો જન્મ દિવસ ઉજવવાની જગ્યાએ યોજનામાં રૂપિયા આપીને જન્મ દિવસ ઉજવે છે.
 
વીરાંજલી યોજનાને સારો પ્રતિસાદ મળ્યો
 
જ્યારે અમારી સ્કુલમાં કોઈ વિદ્યાર્થિનીનો જન્મ દિવસ હોય ત્યારે તે 100 રૂપિયાની ચોકલેટ સ્કુલમાં વેચતા હતાં. કોઈ ગરીબ પરીવારની છોકરી તેના જન્મ દિવસ નિમિતે ચોકલેટ ન લાવે ત્યારે તેને શરમ આવતી હતી. એટલા માટે અમે સ્કુલમાં વિરાંજલી યોજન અમલમાં મુકી છે.જેન સારો રિસ્પોન્સ અમને મળ્યો છે. > હંસા પટેલ, સ્કુલ ટીચર
 
વિદ્યાર્થિનીઓનો વિચાર બિરદાવવા જેવો

વિદ્યાર્થિનીઓનો વિચાર બિરદાવવા જેવો છે. નાના છોકરાને બાળપણથી  દેશભક્તિના વિચારોના બિજ ઉગાડવામાં આવે તો ભવિષ્યમાં તે મોટું વટવૃક્ષ થઈ શકે છે. વિરાંજલી યોજનાના તમામ રૂપિયાને શહિદોના પરિવારને ચેક દ્વારા અર્પણ કરીશું. - ભરત વેકરીયા, જન જવાન નગરીક સમિતી, મેનેજર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો