તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનમાં બધાને દિવ્ય જાણવા એ જ બ્રહ્મવિદ્યા છે: પૂજ્ય મહંતસ્વામી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: પૂજ્ય બાપાના 96માં જન્મજયંતિ મહોત્સવ અને અડાજણ બીએપીએસ મંદિરના 20 વર્ષની પૂર્ણાહુતિ અંગે દાંડી રોડ ખાતે આયોજિત સ્વામિનારાયણ નગરમાં સોમવારે શહેરની વિવિધ શાળાનાં હજારો વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ વિવિધ પ્રદર્શન ખંડો અને કલાત્મક સુંદર મંદિરના દર્શન કરી ઉત્સાહીત થઇ ગયા હતા. બાળકોએ સેવા,સમર્પણ,સ્વચ્છતા,શિસ્ત અને પ્રાણિકતા તથા વ્યસનમુક્તિના સંકલ્પો લીધા હતા.

શહેરના હજારો વિદ્યાર્થીઓએ નગરની મુલાકાતે

પૂજ્ય મહંતસ્વામીના પ્રાત:પુજા દર્શન માટે પણ હરિભક્તો મોટી સંખ્યામાં વહેલી સવારે પણ ઉપસ્થિત રહ્યા હતા. સવારની સભામાં આશિર્વચન આપતાં પૂજ્ય મહંતસ્વામીએ જણાવ્યું હતું કે, બધાને દિવ્ય જાણવા એ જ બ્રહ્મવિદ્યા છે. બધાને દિવ્ય,નિર્દોષ જાણીને તો આનંદ આવે, અલૌકિક લૌકિક ભાવ આવે ત્યારે અસુખ થાય. બપોર પછી સુરત શહેરની આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો સ્વામિનારાયણ નગરની મુલાકાતે પધાર્યા હતા. વિવિધ પ્રદર્શન ખંડો તેમજ સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને લોકોએ દિવ્યતાની અનુભુતિ કરી હતી. તા.28 નવેમ્બર ઇ.સ.1976ના દિવસે તાપી જિલ્લાના વ્યારા ખાતે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો 56મો જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો હતો. તે સમયે પ્રમુખસ્વામી મહારાજે ત્યાં મૂર્તિપ્રતિષ્ઠા પણ કરી હતી.

પ્રથમ દિવસે 200 બ્લડ યુનિટ એકત્ર

બીએપીએસનો આ મહોત્સવ સામાજિક પ્રવૃત્તિ માટે એક આદર્શ સ્થળ બની રહે તે માટે 11 દિવસ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે પ્રથમ દિવસે સંતો,ભાઇઓ અને બહેનોએ કુલ મળી 200 યુનિટ બ્લડ એકત્ર કર્યું હતું. આ રક્તનો ઉપયોગ સુરતની વિવિધ હોસ્પિટલના દર્દીઓ માટે થશે.
આગળની સ્લાઇડમાં વાંચો, 343 કલાકારો દ્વારા નાટ્ય રજૂ કરાઇ રહ્યું છે...
અન્ય સમાચારો પણ છે...