તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત: દેશભરમાં તમામ પ્રિમિયમ ટ્રેનો કાયમી ધોરણે બંધ થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાં તમામ પ્રિમિયમ ટ્રેનો કાયમી ધોરણે બંધ થશે
પ્રિમિયમ ટ્રેનોને બદલે હવે ‘સુવિધા’ ટ્રેન દોડશે
‘સુવિધા ટ્રેનોનું ભાડંુ પ્રિમિયમ ટ્રેનોથી ઓછું હશે’
સુરત: દેશભરમાં દિવાળી અને ઉનાળા વેકેશનમાં દોડતી પ્રિમિયમ ટ્રેનો એક જ વર્ષમાં ઇતિહાસ બની જશે. રેલવે બોર્ડએ પ્રિમિયમ ટ્રેનોને હવે કાયમી ધોરણે બંધ કરવા માટે મન બનાવ્યું છે. આ ટ્રેનો બંધ થવાથી હવે મુસાફરોને ભારે રાહત થશે. કારણ કે આ ટ્રેનોમાં કડક નિયમો લાદી દેવાયા હતા અને ભાડુ પણ વધારે હતું. આ ટ્રેનોની જગ્યાએ ડુપ્લિકેટ ટ્રેનો દોડાવાશે. જેને સુવિધા ટ્રેન નામ અપાયુ છે. સુવિધા ટ્રેનોનું ભાડુ નક્કી હશે. 2014થી રેલવે બોર્ડે વધારે ટ્રાફિકવાળા રૂટ પર અને જે ટ્રેનોમાં 1000થી વધુનું વેઇટિંગ લીસ્ટ રહેતું હતું ત્યાં પ્રિમિયમ ટ્રેન દોડાવવાની શરૂઆત કરી હતી.

આ ટ્રેનો દોડાવવાની સાથે ટ્રેનો માટે એવા કડક નિયમો પણ લાદવામાં આવ્યા કે જેનાથી મુસાફરોને હેરાનગતિ થતી હતી. સૌથી મોટી સમસ્યા એ હતી કે આ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ મળતી ન હતી. એક વખત ટિકિટ લીધા બાદ તેને કેન્સલ કરી શકાતી ન હતી. આ ટ્રેનોની ટિકિટ પીઆરએસ સેન્ટર પરથી મળતી ન હતી. આ ટ્રેનોની ટિકિટોનો ભાવ નક્કી ન હોવાથી જેમ-જેમ ટ્રેન ભરાતી જાય તેમ-તેમ ટિકિટનો ભાવ વધતો જતો હતો. ખાસ વાત એ હતી કે ટિકિટ લેવા જઇઅે ત્યારે પણ ટિકિટનો ભાવ ખબર રહેતો ન હતો. ટિકિટ હાથમાં આવે ત્યારે જ કિંમત કેટલી તે નક્કી થતુ હતું. તેમ છતાં પ્રવાસીને ફરજિયાત તે ટિકિટ ખરીદવી પડતી હતી. જે ભાવ સામાન્ય કરતા ત્રણથી ચાર ગણો વધારે રહેતો હતો. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને આ ટ્રેનો બંધ કરીને તેના સ્થાને સુવિધા ટ્રેનો શરૂ કરવા માટે રેલવે તંત્ર વિચારી રહ્યું છે. જો બધુ રેલવે બોર્ડના પ્લાનિંગ મુજબ રહ્યું તો આગામી દિવાળીના વેકેશનમાં સુવિધા ટ્રેનો દોડતી હશે.
આ હશે સુવિધા
ટિકિટો ઇન્ટરનેટ અને પીઆરએસ સેન્ટર પરથી પણ મળશે.
આ ટ્રેનમાં માત્ર કન્ફર્મ અને આરએસી ટિકિટ મળશે.
આ ટ્રેનોમાં સિટિંગ સીટ નહીં હશે.
ટ્રેન દોડે તેના 10 દિવસથી લઇ 30 દિવસ પહેલા સુધીમાં ટિકિટ લઇ શકાય.
ટિકિટો કેન્સલ કરાવાથી અડધું રીફન્ડ મળશે.
જે રૂટ પર સૌથી વધુ વેઇટિંગ હશે તે રૂટ પર દોડશે.
જો તાપ્તી ગંગા એક્સપ્રેસમાં 100થી વધુ વેઇટિંગ હશે તો તેના સ્થાને તાપ્તી ગંગા સુવિધા એક્સપ્રેસ દોડશે.
આ ટ્રેનમાં માટે માત્ર પુખ્ત વયના માટેની ટિકિટ મળશે.
આ ટ્રેનમાં કોઈ પાસ ચાલશે નહીં કે કન્શેસન નહીં મળે.
ભાડું ઓછું હશે
હાલમાં પ્રિમિયમ ટ્રેનો બંધ કરી દેવાઇ છે. આગળ જે ટ્રેનો ચાલશે તે સુવિધા ટ્રેનોના નામે દોડશે. જોકે ટિકિટોના ભાવ શું અને કેવી રીતે રાખવો તે નહી નક્કી કરાયું નથી. એટલું નક્કી છે કે સુવિધા ટ્રેનોનું ભાડુ પ્રિમિયમ ટ્રેનોથી ઓછું હશે. > શૈલેન્દ્રકુમાર, DRM, મુંબઇ ડિવિઝન
અન્ય સમાચારો પણ છે...