તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમુખ સ્વામીની 96માં જન્મોત્સવની ઉજવણી સુરત શહેરમાં થવાની હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થતાં કરોડો હરિભક્તો શોકમગ્ન થઇ ગયા હતા. સાળંગપુર ખાતે તેઓએ છેલ્લા શ્વાસ લીધા હતા. પ્રમુખ સ્વામી મહારાજ સાથે સુરતનો અનોખો સંબંધ રહ્યો છે. તેઓ સુરતમાં ઘણી ઓછી વાર આવ્યા હોવા છતાં પણ જે કિસ્સા પૂજ્ય પ્રમુખ સ્વામી સાથે જોડાયેલા છે તે તમામ આજે પણ ભક્તો ભુલ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજના 96માં જન્મોત્સવની ઉજવણીનો લ્હાવો સુરતને મળ્યો હતો. અડાજણ સ્વામીનારાયણ મંદિર દ્વારા તા.7 ડિસેમ્બર 2016ના રોજ સુરતમાં આ ઉત્સવ ઉજવવાનો હતો જેની તૈયારીઓ હરિભક્તો દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે એકાએક આ દુ:ખદ ઘટના જાણવા મળતા હરિભક્તો ભારે શોકમગ્ન થયા હતા.
સ્વામીના નિધનની ઘટનાથી લાખો હરિભક્તો શોકમગ્ન બન્યા
 
સુરત સાથે પ્રમુખ સ્વામીના ઘણા કિસ્સા જોડાયેલા છે.ડુમસ ખાતે ઇ.સ.2000માં સુલતાનાબાદ ખાતે નવ નિર્માણ પામેલા સ્વામિનારાયણ મંદિરના ઉદ્ધાટનમાં પ્રમુખ સ્વામી પધાર્યા હતા. આ સમગ્ર મંદિર બનાવવામાં સી.કે.પીઠાવાળાએ મુખ્ય ભુમિકા ભજવી હતી. ત્યાં બાપાએ પધરાણી કરી હતી. આ સમયે કાંઠા વિસ્તારના લોકો હરિભક્તો આવ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજે આ સમયે લોકોને પ્રેરણા કરતાં હજારો લોકોએ વ્યસન મુક્તિ માટે શપથ લીધા હતા. એ આજે પણ લોકો ભુલ્યા નથી. આ ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી ઘણા લોકોના જીવન સુધર્યા હતા.
 
15મીએ હરિભક્તો અંતિમ દર્શન કરી શકશે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો