તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ એક એક કરી ટેક્સટાઈલ માર્કેટ ખોલાવશે, કલમ 144 લાગુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: કાપડ વેપારીઓને દુકાન ખોલતા અટકાવનારાઓ સામે પોલીસ હવે સખત પગલા ભરશે. પોલીસ એક એક કરી તમામ માર્કેટ ખોલાવશે. પોલીસે ધારા 144 લાગુ કરી દેતા હવે વિરોધ કરી રહેલાઓ સામે કાર્યવાહી થશે. શનિવારે સુરત ટેક્સટાઇલ માર્કેટની દુકાનો ખૂલશે, જેમાં પોલીસ પ્રોટેક્શન આપશે. 
 
દુકાન ખોલવા ઇચ્છતાને પોલીસ પ્રોટેક્શન આપશે
 
માર્કેટ વિસ્તારમાં દુકાન ખોલવા માગતા વેપારીઓને પોલીસ પ્રોટેક્શન પુરુ પાડશે. ચારથી વધુ લોકો ભેગા થવા ઉપર શહેરમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાના ભંગ કરનારાઓ સામે 188 મુજબ કાર્યવાહી થશે. - જે. કે. પંડ્યા, પીઆરઓ, સુરત પોલીસ

આંદોલનમાં કેટલાક ટીખળખોર ઘૂસી ગયા છે

અમે શાંતિથી આંદોલન ચલાવવા માગીએ છીએ પરંતુ આંદોલનમાં કેટલાક ટીખળખોર ઘૂસી ગયા છે. આ બાબતે અમે પોલીસને પણ જાણ કરી છે. અમે શાંતિપૂર્વક આંદોલન ચલાવવા માગીએ છીએ. -  તારાચંદ કાસટ, સંયોજક, જીએસટી સંઘર્ષ સમિતિ
અન્ય સમાચારો પણ છે...