વલસાડ: વલસાડ જિલ્લામાં રાજકારણ સાથે સોશિયલ કરણ પણ હવે એટલુજ ચર્ચાસ્પદ બની ગયું છે. થોડા સમય પહેલા ભાજપના અગ્રણીએ સોશિયલ મીડિયામાં બફાટ કરી પાર્ટીની ગરિમા લજવી હતી ત્યારે હવે કોંગ્રેસના પારડી તાલુકા પંચાયત સભ્ય દ્વારા કોંગ્રેસ કમિટીના સોશિયલ મીડિયા ગ્રુપમાં રવિવારે રાત્રીના સમયે અશ્લીલ ફોટો મૂકી દેતા પાર્ટીની ગરીમા લજ્વી છે.
કોંગી સભ્યે કોંગ્રેસ કમિટીના ગ્રુપમાં અશ્લીલ ફોટો મુક્યો હતો
વલસાડ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા એક વ્હાટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના તમામ કોંગી સભ્યોને આવરી લેવામાં આવ્યા છે. આશરે 82 કોંગી સભ્યોના બનેલા આ ગ્રુપમાં રવિવારે ગોયમા ખાતે રહેતા પારડી તાલુકા પંચાયત સભ્ય નારણભાઈ દ્વારા રવિવારે રાત્રે 12.46 કલાકે ગુડ નાઈટનો મેસેજ મોકલવામાં આવ્યો હતો. જે મેસેજમાં એક અશ્લીલ ફોટો હતો. જોકે સવારના અરસામાં ગ્રુપમાં પોસ્ટ કરનાર સભ્ય અંગે કેટલાકે પ્રશ્નો પણ કર્યા હતા. પરંતુ અગ્રણી કોંગી સભ્યોએ એ તરફ ધ્યાન આપ્યું ન હતું. આ ગ્રુપના એડમીન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે.
ભૂલમાં અપલોડ થયો
હાલના નવા મોબાઈલ વાપરતા ન આવડતું હોવાને કારણે કોને શું મોકલ્યું એ વાતની ખબર નથી ભૂલમાં ફોટો અપલોડ થયેલ છે. - નારણભાઈ,પારડી તા. પં. સભ્ય
શિક્ષાત્મક પગલા લેવાશે
આ પ્રકારે ફોટો મુક્યો એ શરમની વાત છે. તેમણે પાર્ટીની ગરીમાને લજ્વી છે.તપાસ કરી શિક્ષાત્મક પગલા લેવાશે. - ભોલા પટેલ,વલસાડ કોંગી અગ્રણી