સુરત: ફ્રીમાંં ભોજન આપતી એરલાઇન્સમાં મુસાફરી કરવાનું લોકો પસંદ કરે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: એરલાઇન્સની પસંદગીમાં 47% મુસાફરો ફ્રીમાં ભોજન આપતી એરલાઇન્સમાં મુસાફરી કરવાનું સૌથી વધુ પંસદ કરે છે. આ સાથે એરલાઇન્સની પંસદગી માટે બીજા અન્ય પરિબળો અસર કરે છે. જેવા કે, 26% ઓન-ટાઈમ પર્ફોમન્સ, 16% ચેક્ડ ઈન લગેજ એલાઉંસ અને 11% ફ્લાઈટમાં આરામ. અગ્રણી ટ્રાવેલ્સ સર્ચ એક્સિગોએ મુસાફરોની ફ્લાઈટની બુકિંગના ટ્રેડ્સ પર એક સર્વે કરયો હતો. જેના સર્વેમાં ગુજરાત સહિતના કુલ 8455 ઓનલાઈન બુકર્સો હતા.
 
જેટ એરવેઝ, વિસ્તારા અને એરઈન્ડિયાની ફ્લાઇટ મુસાફરોની પહેલી પસંદ
 
50% મુસાફરો મેકમાયટ્રિપ, ક્લિયરટ્રિપ અને યાત્રા જેવી ઓનલાઈન સા ઈડ પરથી પોતાની ટિકિટ બુક કરાવતા હોય છે. જ્યારે 29% મુસાફરો સીધા એરલાઈન્સથી બુકિંગ કરવાનું પસંદ કરે છે . જ્યારે 21%થી વધુ મુસાફરોએ એરલાઈન્સની વેબસાઈડ કે ઓટીએથી બુકિંગ કરે છે. 56% મુસાફરો સ્માર્ટ ફોનમાં  એપનો અને 24% મુસાફરો સરપાસ વેબસાઈટનો ઉપયોગ કરે છે. કરાણે કે વધુમાં વધુ લોકો સક્રિય રૂપથી બુકિંગ કરવાનું પસંદ કરે છે. જ્યારે ઘણાં લોકો આજે પણ પોતાની ફ્લાઈટ અને હોટલ જુદી જુદી રીતે બુકિંગ કરે છે. 20% મુસાફરો પોતાની સરળતા માટે પેકેજ જ બુક કરાવી દેય છે.

આ પરિણામ અંગે એક્સિગોના સીઈઓએ આલોખ બાજપેયે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આ રિપોર્ટ જોઈ અમે પણ વિચારમાં પડી ગયા હતા. ભારતના મુસાફરો ઓછુ ભાડુ વસૂલતી અને ડિસકાઉન્ટ આપતી એરલાઈન્સને પસંદ કરે છે. પરંતુ સૌથી મુસાફરો ફ્રીમાં આપતી  એરલાઈન્સ પસંદ કરે છે. આમારા ડેટા મુજબ મુસાફરો જેટ એરવેઝ, વિસ્તારા અને એરઈન્ડિયા પસંદ કરી છે. કારણે તે ફ્રીમાં ભોજન આપે છે.
અન્ય સમાચારો પણ છે...