સુરત: લોકોને શુદ્ધ થવા ઓવારા પર નળના પાણીનો સહારો લેવો પડે તેવી બદતર હાલત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે ગંગા સ્નાને, યમુના પાને અને તાપીના સ્મરણ માત્રથી પાપમાંથી મુક્તિ મળે છે. આજે અષાઢ સુદ સાતમ એટલે કે મા તાપીના જન્મદિવસે  દુ:ખની વાત છે કે તાપીમાં કોઝવે બાદ એટલું પણ પાણી નથી કે કોઈ શુદ્ધ થઈ શકે. શુદ્ધ થવા નાવડી ઓવારા પર તો નળના પાણીનો સહારો લેવો પડે એ બદતર હાલત છે. તાપી માતાના જન્મદિવસને લઇને શહેરીજનોમાં ભારે ઉત્સાહ છે ત્યારે ઓવારા પર ગંદકી જોવા મળે છે.
 
સિંગણપોર કોઝવે પાસે નદીમાં લીલું પાણી થઇ ગયું છે. લીલના કારણે ચારેકોર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ઉપરાંત સફાઇના અભાવે આકાશનો રંગ અને લીલનો રંગ એક થઇ પાણી નવરંગી બની ગયું છે. તસવીર-હેતલ શાહ, મનોજ તેરૈયા
 
માત્ર તાપીના જન્મદિવસની ઉજવણી કરવા નાવડી ઓવારા ખાતે સફાઇ કરવામાં આવે છે. બાકી તો ઠેરઠેર ગંદકી નજરે પડતી હોય છે. લોકોને શુદ્ધ થવા માટે નળના પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો.
 
ડક્કા ઓવારાની ગણેશ વિસર્જનના દિવસે જ સફાઇ કરાતી હશે. જ્યારે બાકીના દિવસોમાં સરકારી તંત્ર ત્યાં નજર સુધ્ધાં કરતુ નથી.
 
5 પાંડવ ઓવારાનું ઐતિહાસિક મહત્વ છે. આ ઓવારા ખાતે પિતૃતર્પણ કરાય છે પરંતુ તેની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી.

વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...