તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: વેસુ-પાલમાં 24 કલાક પાણી માટે એજન્સીને કનેક્શન પ્રમાણે પેમેન્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: ન્યુ નોર્થ ઝોનમાં પાલિકાએ 24 કલાક પાણી પુરવઠો પુરો પાડવાની શરૂઆત મોટા ઉપાડે કર્યા બાદ છેલ્લા ત્રણ વર્ષમાં માંડ 10 હજાર કનેકશનનુ જ જોડાણ મેળવી શકયુ છે. જ્યારે આગામી છ માસમાં વેસુ અને પાલ વિસ્તારમાં 81 હજાર મિલકતદારોને 24 કલાક પાણી પુરવઠો પુરો પાડવા માટે પાલિકાએ અલગ નિતી બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમાં એજન્સી પાણીના જેટલા જોડાણ કરશે તે જ પ્રમાણે નાણાંની ચુકવણી કરવામાં આવશે. તેના કારણે પાલિકાને વધુમાં વધુ જોડાણ મળે તે પ્રમાણેની દિશામાં આગળ વધવાની છે.
ન્યુ નોર્થ ઝોન વિસ્તાર એટલે કોસાડ, અમરોલી, છાપરાભાઠા અને વરીયાવ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા પાલિકાએ 24 કલાક પાણી પુરૂ પાડવાની યોજનાની શરૂઆત કરી હતી.તેમાં લોકોએ ઝાંઝો રસ દાખવ્યો નહીં હોવાના કારણે પાલિકાએ હપ્તા સિસ્ટમ પણ કરી આપી હતી. પરંતુ આગામી દિવસોમાં પાલ અને વેસુ વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો આપવા માટે પાણીના કનેકશન દીઠ એજન્સીને નાણાં ચુકવવામાં આવશે. તેજ પ્રમાણેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવશે. જેના કારણે એજન્સીના માણસો જ વધુમાં વધુ જોડાણ મેળવે તે પ્રમાણેના પ્રયત્નો હવેથી થશે અને પાલિકાના સ્ટાફને પણ તેમાંથી થોડી ઘણી રાહત થવાની શકયતા રહેલી છે. કારણ કે એજન્સી જેટલા મીટર લગાડશે તે પ્રમાણેના નાણાં જ વધુમાં વધુ જોડાણ થાય તે માટેના પ્રયત્નો કરશે અને તેનો સીધો લાભ સુરત મહાનગરપાલિકાને થવાનો છે.
પહેલી વખત આ પ્રમાણે કનેકશન આપવા નિર્ણય

જે શહેરોમાં 24 કલાક પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે ત્યાં એજન્સી દ્વારા જ પાણીના જોડાણ પ્રમાણે નાણા ચુકવાતા હોય છે. તેને કારણે શહેરમાં પણ આજ પ્રમાણે એજન્સીને કામ સોંપવામાં આવનાર છે. - મિલિંદ તોરવણે, કમિશનર, સુરત મહાનગરપાલિકા
રાઉન્ડ ધ ક્લોક : 6 માસમાં વેસુ અને પાલમાં 24 કલાક પાણી
હાલમાં વેસુ અને પાલ વિસ્તારમાં મોટાભાગનુ નેટવર્ક તૈયાર થઇ ગયુ છે. જ્યારે બાકીનુ નેટવર્ક પણ આગામી છ માસમાં પુરૂ થવાની શકયતા રહેલી છે. ત્યાર બાદ વેસુ અને પાલનો 19 સ્કવેર કિલોમીટર વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો આપવાની શરૂઆત કરવામાં આવશે. તેમાં 81 હજાર મિલકત દારોને 24 કલાક પાણી પુરવઠો પુરો પાડવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.
આ વિસ્તારમાં 24 કલાક પાણી પહોંચાડાશે

પાલનપુર જકાતનાકાથી પાલ, અડાજણ, નવા આરટીઓની સામેનો સમગ્ર વિસ્તાર, વેસુ, મગદલ્લા, રૂંઢ, ગવિયર, ભીમરાડ અને પીપલોદના અડધા વિસ્તારમાં રહેતા લોકોને 24 કલાક પાણી પુરવઠાનો લાભ મળશે.
- 19 સ્કવેર કિલોમીટર વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો આપવાની શરૂઆત કરાશે
- આગામી છ માસમાં 81,000 મિલકત દારોને 24 કલાક પાણી પુરવઠો પુરો પાડવાનું આયોજન
- 3000 લીટર સુધી પાણી મફત મળશે ત્યારબાદ પાલિકા નક્કી કરેલા દર પ્રમાણે ચાર્જ વસૂલ કરશે
એક દાયકામાં આવરી લેવાયેલા લોકો
79% 2007-08
95% 2014-15
97% 2016-17
દાયકામાં પાણીનો વપરાશ પણ વધ્યો
8.28 કરોડ લીટર 2007-08
13.0 કરોડ લીટર 2014-15
17.8 કરોડ લીટર 2016-17
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો