- પાટીદારોની આજની એક્તા યાત્રા પર લાખોનો સટ્ટો, બુકીઓને બખ્ખા
સુરત: પાટીદાર અનામત આંદોલન સમિતિની એકતા રેલી નિકળશે કે કેમω તેની પર રાજ્યભરમાં લાખો રૂપિયાનો સટ્ટો ખેલાયો છે. એક વખત નહી પણ ચાર વખત યાત્રા મોકૂફ રખાતા યુવકોએ સટ્ટામાં લાખો રૂપિયા ગુમાવ્યા છે. છેવટે શુક્રવારે પણ એવી જાહેરાત થઈ કે અેકતા યાત્રા દાંડીથી નહી પણ કામરેજ નજીકથી નીકળશે, એટલે શરત કોણ જીત્યું તેને લઈને પણ સટોડીયા અને બુકીઓ વચ્ચે ડખા પડ્યા છે. સુરત અને અમદાવાદમાં પાટીદારોની નીકળેલી રેલી બાદ આંદોલન સમિતિ દ્વારા સમયાંતરે વિરોધ અને રેલી કાઢવામાં આવી હતી જેમાં સટોડીયાઓએ લાખોનો દાવ લગાવ્યો હતો. રેલી નિકળશે કે નહીω તેમા હજારો યુવાનોએ લાખો રૂપિયા ગુમાવ્યા હતાં. ગત 6 સપ્ટેમ્બરનાં રોજ રેલી નીકળવાની જાહેરાતમાં યુવાનોએ લાખો રૂપિયાનો સટ્ટો લગાવ્યો હતો પણ રેલી નહી નિકળતા પૈસા ધોવાયા હતા અને બુકીઓને બખ્ખાં થઈ ગયા હતાં.
ત્યારબાદ હાર્દિક પટેલ દ્વારા 13 સપ્ટેમ્બરનાં રોજ ઊંધી દાંડી યાત્રા કાઢવાનું જાહેર કરાતા યુવાનોએ ફરી રેલી પર સટ્ટો ખેલ્યો હતો અને આ વખતે પણ રેલી નહી નીકળતાં સટોડીયાઓને બખ્ખાં થઈ ગયા હતાં અને બુકીઓને નુકસાન થયું હતું. ત્યારબાદ 14 સપ્ટેમ્બરે હાર્દિક પટેલે સરકાર સાથે મંત્રણા બાદ બારડોલી ખાતેથી એકતા યાત્રા કાઢવાનું જાહેર કરતા ફરી લાખોનો હજારો સટ્ટો સટોડીયાઓએ લગાવ્યો હતો. જેમાં ભાવ બે ગણો વધી ગયો હતો. ટોક ઓફ ધ ટાઉન યાત્રા બાબતે સુરતનાં કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યુ હતુ કે, રેલી બારડોલીનાં કામરેજ ખાતેથી 10 કિમીના વિસ્તારમાંથી નિકળશે જ. આ જાહેરાતો બાદ આ વખતે પણ યુવાનોએ ખેલેલા સટ્ટામાં તેમને લાખો રુપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.