તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાસકોએ માથે માછલા ધોવાવાના ડરે ચૌટાની જગ્યાનો નિર્ણય ફરી મુલતવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: ચૌટા બજારમાં પાર્કિંગની જરૂરિયાતને ધ્યાને રાખીને સંપાદન કરવામાં આવેલી 700 ચોરસ મીટર જગ્યા સંપાદન મુકત કરવાનો નિર્ણય વધુ એક વખત ફેરવિચારણા માટે મુલતવી રાખવામાં આવ્યો છે. પાંચેક મહિના પહેલા પણ આને મંજૂરી આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરાઇ ત્યારે ખાતાકીય અભિપ્રાય બાદ નિર્ણય કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ફરી વખત તેને મંજૂરી આપવા માટે ગુરુવારે દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી. તેમાં શાસકો પર માછલા ધોવાવાની શકયતા રહેલી હોવાના કારણે મુલતવી રાખવામાં આવી છે.
મલ્ટિલેવલ પાર્કિંગની ફરતે 250થી વધુ બાઇક રસ્તા પર

કોટ વિસ્તાર અને તેમાં પણ ચૌટા બજારમાં પાર્કિંગના અભાવે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. કારણ કે ચૌટા બજારની મુલાકાતે આવતા મોટાભાગના લોકો પાસે વાહન પાર્ક કરવાની પુરતી જગ્યા નહીં હોવાના લીધે રાજમાર્ગ પર આડેધડ વાહનો પાર્ક કરી દેતા હોય છે. જ્યારે સાંઇબાબા મંદિરની બાજુમાં બનાવવામાં આવેલા મલ્ટિલેવલ પાર્કિંગમાં પણ ફોર વ્હીલ મુકવા માટે જગ્યા રહેતી નથી. આ ઉપરાંત મલ્ટિલેવલ પાર્કિંગની ફરતે 250થી વધુ બાઇક રસ્તા પર જ હજુ આજે પણ પાર્ક કરવામાં આવે છે. તેના કારણે પાર્કિંગ માટે રીઝર્વેશનમાં મુકવામાં આવેલી જગ્યા સંપાદન મુકત કરવાનો નિર્ણય આજે સ્થાયી સમિતિમાં વધુ એક વખત વધુ વિચારણા માટે મુલતવી રાખવામાં આવ્યો છે.
સોખડામાં ચર્ચા બાદ નિર્ણય આવી શકે

શહેરના એકી સંખ્યાના વોર્ડના કોર્પોરેટરો અને પદાધિકારીઓનો પ્રશિક્ષણ વર્ગ શુક્રવારથી રવિ સોખડા સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાશે, જ્યારે બેકી સંખ્યાનો પ્રશિક્ષણ વર્ગ આવતા સપ્તાહના શુક્રવારથી રવિવાર સુધી યોજાશે. જેમાં ચૌટાની જગ્યા સંપાદન મુકત કરવા મુદ્દે ચર્ચા કરાશે. કારણ કે આ વર્ગમાં શહેર ભાજપના હોદેદારો ઉપરાંત પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો પણ હાજર રહેશે, જેથી ચર્ચા બાદ જ નિર્ણય થવાની શકયતા છે.
મટિરિયલ સપ્લાયની ના પાડતા કોન્ટ્રાક્ટર્સ સામે પગલાં ભરાશે
શહેરમાં બનાવવામાં આવતા રસ્તા માટેનુ જરૂરી એવુ મટીરીયલ્સ સપ્લાય કરવા માટેનુ ટેન્ડર ભરપાઇ કર્યા બાદ મટીરીયલ્સના ભાવ વધતા ટેન્ડર ભરનાર કેટલાય કોન્ટ્રાકટરોએ રસ્તાનુ મટીરીયલ્સ સપ્લાય કરવાની ના પાડી હતી. તેના કારણે સ્થાયી સમિતિના ચેરમેને ના પાડનાર કોન્ટ્રાકટરો સામે પગલાં ભરવાના આદેશ આજે સ્થાયી સમિતિમાં આપ્યા છે. મહાપાલિકાના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના રસ્તા ખરાબ થઇ જાય ત્યારે તેને નવા બનાવવા અથવા તો તેને રીપેર કરવા માટે રસ્તાનુ મટીરીયલ્સ સપ્લાય કરવા માટે એજન્સી પાસે ઓફર મંગાવી હતી.
ઓફર આપ્યા બાદ રસ્તાના મટીરીયલ્સના ભાવ વધી જતા ઓફર આપનાર કોન્ટ્રાક્ટરોએ મટીરીયલ્સ સપ્લાય નહીં કરવા પાલિકાને લેખિતમાં જાણ કરી હતી. તે અંગેનો નિર્ણય લેવા માટે સ્થાયી સમિતિમાં આજે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.તેમાં સ્થાયી સમિતિના ચેરમેન રાજેશ દેસાઇએ જણાવ્યુ હતુ કે કોન્ટ્રાકટરો આ પ્રમાણે પાલિકાનુ નાક દબાવવાની કોશિષ કરે તે જરા પણ ચલાવી લેવાય નહીં. તેથી ના પાડનાર એજન્સી સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે જ્યારે તમામ ઝોનમાં રસ્તાના મટીરીલ્સ માટે ફરીથી ટેન્ડર મંગાવીને ઝડપથી કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. જોકે હાલમાં ચોમાસુ ચાલી રહ્યુ હોવાના લીધે ચોમાસા બાદ જ રસ્તા રીપેર કરવાની કામગીરી કરવાની હોવાથી તે પહેલા તમામ કાર્યવાહી પુરી કરી દેવામાં આવે તે માટેની પણ સુચના આપવામાં આવી છે.
ગોપી તળાવમાં એક માસમાં ફૂવારા શરૂ કરી દેવા અલ્ટિમેટમ
ગોપી ત‌ળાવમાં ફાઉન્ટેઇન ફીટ કરીને તેને કાર્યરત કરવા માટેનો કોન્ટ્રાકટ લીધા બાદ સમય મર્યાદામાં કામ કરવામાં આવ્યુ નહીં હોવાના કારણે બ્લેકલીસ્ટ કરવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.તેમાં એજન્સીને આજે સ્થાયી સમિતિમાં રૂબરૂ સાંભળવામાં આવ્યા બાદ આગામી એક મહિનામાં બાકીની તમામ કામગીરી પુરી કરી દેવામાં નહીં આવે તો બ્લેકલીસ્ટ કરવાની ચિમકી આપી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો