તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ITની ચાય પે ચર્ચા : પહેલાં સામ પછી સીધી દંડ તરફ વધતી રણનીતિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: આવકવેરા વિભાગની આઇડીએસ (ઇન્કમટેક્સ ડેકલેરેશન સ્કીમ)ને સફળ બનાવવા માટે હવે અધિકારીઓ સેમિનારની જગ્યાએ ‘ચાઇ પે ચર્ચા’ની શરૂઆત કરી દીધી છે. પહેલાં તબક્કામાં ડાયમંડ ઉદ્યોગકારો સાથે મિટિંગ યોજાઇ હતી. ત્યારબાદ બીજા તબક્કામાં બિલ્ડરોને આવરી લેવામાં આવ્યા હતા. હવે આવતા અઠવાડિયે ડોક્ટરે સાથે મિટિંગનું આયોજન છે. ડાયમંડ અને બિલ્ડર અગ્રણીઓ સાથેની મિટિંગ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આઇટી પહેલાં સામ અને ત્યારબાદ દંડની નીતિ તરફ આગળ વધી રહ્યું છે. કેમકે સપ્ટેમ્બર બાદ આઇડીએસ (ઇન્કમ ટેક્સ ડેકલેરેશન) સ્કીમ પૂર્ણ થઈ રહી છે અને બીજી તરફ ડીઆઇ વિંગ સર્ચ ઓપરેશન કરવા માટે જાણે લીલીઝંડી રાહ જોઇ રહી છે.
આ મીટિંગમાં કેમેરા નથી હોતા

આઇડીએસને સફળ બનાવવા માટે અગાઉ અધિકારીઓએ અનેક સેમિનાર કર્યા હતા. જો કે આ સેમિનાર કેમેરામાં કેદ થયા હતા. જેની એક કોપી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને પણ મોકલવામાં આવી હતી. આ અંગે આઇટી અધિકારીએ કહ્યું કે ઇન કેમેરા મિટિંગમાં બની શકે કે કોઈ કરદાતા છૂટથી વાત ન પણ કરે. ઉપરાંત અધિકારી પણ એક મર્યાદામાં સમજાવે. આથી જ હાલની મિટિંગોમાં કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો નથી. જેથી પેટ છુટી વાત થઈ શકે.

15મીએ એડવાન્સ ટેક્સ
15મી સપ્ટેમબરના રોજ એડવાન્સ ટેક્સ ભરવાનો બીજા હપ્તો છે. જો કે, આઇડીએસ સાથે તેને જોડી શકાશે નહીં. સી.એ. ડેનિશ ચોકસી કહે છે કે આઇડીએસ તા. 31મી માર્ચ, 2016 સુધીની આવક પર છે. ચાલુ વર્ષની આવક આઇડીએસ સ્કીમમાં આવતી નથી. નોંધનીય છે કે અત્યાર સુધી રૂપિયા 34.75 કરોડની બ્લેક મની આઇડીએસ હેઠળ જાહેર કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો