તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાણીયો કહી ચીડવતાં મામલો બીચક્યો, જમીન પર પછાડતાં યુવકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: નાનપુરા વિસ્તારમાં નજીવી બાબતે થયેલી મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર બાદ મોત નિપજતા અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરી હતી.

અઠવા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર નાનપુરા જુની દરબાર સામે કોહીનુંર એપાર્ટમેન્ટ માં રહેતા વિજય ઉર્ફે ઝીણકો ધનસુખભાઈ રાઠોડ(20)તેના ઘર નજીક રહેતા મિત્ર મોહમદ આરીફ ઉર્ફે કાણીયો મોહમદ અમીન શેખને કાણીયો કહી ચીડવતો હતો. દરમિયાન ગઈ તા.13 નવેમ્બરના રોજ તેણે મોહમદ આરીફને ફરીથી કાણીયો કહી બોલાવતા મોહમદ આરીફ ઉશ્કેરાઈ ગયો હતો અને વિજયને બાથભરી નીચે પટકી દીધો હતો.

ઉંધા માથે પટકાયેલા વિજયને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘરે ગયા બાદ વિજયનું મોત નિપજ્યુ હતુ. જેથી તેના પરીવારજનોએ અઠવા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના આરોપી એવા મોહમદ આરીફની ધરપકડ કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...