તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણવેશ સિલાઈ કૌભાંડ: ઉપશાસનાધિકારીએ 36 લાખની બોગસ પહોંચ બનાવી ખેલ પાડ્યો'તો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: શિક્ષણ સમિતિમાં 1999-2000માં ચર્ચાસ્પદ બનેલા ગણવેશ સિલાઈ કૌભાંડમાં તત્કાલિન ઇનચાર્જ શાસનાધિકારી શંકર પટેલે ગણવેશની સિલાઈ પેટે ફદિયું નહીં આપ્યું હોવા છતાં મંડળીની 36 લાખની બોગસ પહોંચ બનાવી મંત્રીની બોગસ સહી કરી ખેલ પાડ્યો હતો. સમિતિની શાળાનાં બાળકોને બે જોડી ગણવેશનું કાપડ-સિલાઈના રૂા.40 રોકડા ચૂકવવાનો પરિપત્ર હતો.
જો કે, ઉપશાસનાધિકારી શંકર પટેલે તૈયાર ગણવેશ બાળકોને આપી દીધા હતા. જ્યારે સિલાઈના રૂા.36 લાખ ગણદેવી તાલુકા મહિલા સહકારી મંડળીને આપ્યાની બોગસ પહોંચ બનાવી રૂા.36 લાખ ગજવે ઘાલ્યા હતા. આ પહોંચ ઉપર મંડળીના મંત્રીની પણ બોગસ સહી કરાઈ હતી તેમજ શંકરે 90 હજાર બાળકોનાં બે જોડી કાપડ સિલાઈ કરવા આ મંડળીને કામ આપ્યું હોવાનો બોગસ પત્ર તૈયાર કરી મંડળીને મળ્યો હોવાનું સાબિત કરવા પત્ર પર મંડળીનો ખોટો સિક્કો મારીને ફરી મંડળીના મંત્રીની બોગસ સહી કરી હતી. ત્યારબાદ કેન્દ્ર શાળાઓમાં આચાર્યો પાસેથી રૂપિયા મળ્યાની બોગસ પહોંચ લેવા નિકળી પડ્યા હતા. જો કે, આચાર્યો તથા શિક્ષકોએ વિરોધ કરતાં કૌભાંડ સામે આવ્યું હતું.
શંકરને કેમ છાવરાય છે?
આ કૌભાંડમાં શંકર પટેલના ઇશારે પહોંચ પર સહી કરવા ગયેલા ક્લાર્ક સહિત 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા, પરંતુ શંકરને આજદિન સુધી કેમ બચાવાયા? આ કૌભાંડનો 8 મહિના અગાઉ જ રિપોર્ટ આવ્યો છતાં શંકર સામે ઉચાપતનો ગુનો દાખલ કેમ નહીં કરાયો? કેમ ગરીબ બાળકોના રૂપિયા ઉસેટી લેનાર શંકરને ભાજપ શાસકો છાવરે છે? કૌભાંડ બાદ શંકર પાસેથી ઇનચાર્જ શાસનાધિકારીનો હોદ્દો પણ છીનવી લેવાયો. મ્યુ. કમિશનર નિષ્પક્ષ તપાસ કરે તો શંકર પટેલ જેલના સળિયા ગણે એમ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો