તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી સિવિલમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ઉપલબ્ધ કરાવવા કવાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે તમામ તરફી નીતનવા આયોજનો તંત્ર થઈ રહ્યા છે ત્યારે શહેરની નવી સિવિલ હોસ્પિટલના સ્કીન વિભાગમાં ભવિષ્યમાં હેર ટ્રાન્સપ્લાન્ટ સહીતની ડર્મેટો સર્જરીની સારવાર ઉપલબ્ધ બનાવવા માટેની તંત્રએ ક્વાયત હાથ ધરી છે.

- નવી સિવિલમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ઉપલબ્ધ કરાવવા કવાયત
- નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા સેમિનારમાં રાજ્યના 117 ડર્મેટોલોજિસ્ટોએ ભાગ લઈ 47 પ્રકારની લાઈવ ડર્મેટો સર્જરી કરી

કેન્દ્ર અને રાજ્ય સરકાર સુરતને વિશ્વનું સ્માર્ટ શહેર બનાવવા બજેટમાં કરોડો રૂપિયા ફાળવ્યા છે. ત્યારે સરકારી હોસ્પિટલને પણ મલ્ટિસ્પેશ્યાલિટી સુવિધા પૂરી પાડવા આયોજનો થઈ રહ્યાં છે. આ અંગે મેડિકલ કોલેજ સુરતના સ્કીન અને વીડી વિભાગ ખાતે આઈએવીએલ ગુજરાત સાથે તાજેતરમાં એક ડર્મેટોસર્જરી વર્કશોપ યોજાયો હતો. તેમાં નિષ્ણાંત ડર્મેટોલોજિસ્ટોએ 47 પ્રકારની લાઇવ સર્જરી કરી હતી.

આ વર્કશોપનું આયોજન ચામડી વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.ડી.ડી. ઉમરીગરની અધ્યક્ષતામાં આઈએડીવીએલ ગુજરાતના પ્રમુખ ડો.દિપક પટેલ, મંત્રી ડો.જગદીશ સખીયા, તથા સ્કીન અને વીડી વિભાગના ડોક્ટરોએ કર્યું હતું. રાજ્યભરમાંથી 117 ડર્મેટોલોજીસ્ટ હાજર રહ્યાં હતાં. ડર્મેટોસર્જરી વિષય પર અન્ય રાજ્યના અને સુરતના નિષ્ણાંત તબીબો ડો.ટી.સલીમ, ડો.પ્રદીપ, ડો.સ્વપ્નીલ શાહ, ડો.અરવિંદ પટેલ તથા ડો.આંચલ સહીતના તજજ્ઞોએ ડર્મેટો સર્જરીનુ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. આ લાઈવ ડેમોન્સ્ટ્રેશન તબીબોએ નિહાળી અનુભવ મેળવ્યો હતો.
બ્યુટી ટ્રીટમેન્ટ બાદ ભવિષ્યમાં ડર્મેટોસર્જરી
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સ્માર્ટ સિટી સાથે કદમ મીલાવીને આધુનિક સારવાર, સુવિધાઓ દર્દીઓને પુરી પાડવા માટેની ધમી પણ મક્કમ ગતિએ આયોજનો હાથ ધરાઈ રહ્યાં હોવાનુ તબીબી સુત્રએ જણાવ્યું હતું. સ્કીન વિભાગમાં વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટો થોડા વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. તેનો સામાન્ય પરિવારની મહિલા, યુવતિઓ લાભ લઈ રહી છે. આધુનિક સારવાર પદ્ધતિનો અમલ કરી હવે ભવિષ્યમાં સ્કીન વિભાગ ખાતે હેર ટ્રાન્સપ્લાન્ટ સહીતની ડર્મેટો સર્જરીઓની સુવિધા પણ ઉપલબ્ધ બનશે.
તબીબોએ આ સર્જરીનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું
માથા-ભ્રમર માટે હેર ટ્રાન્સપ્લાન્ટ
ખીલના ખાડા માટે ઓટોલોગસ ફેટ ટ્રાન્સફર
ખીલના ખાડા માટ શબસીઝન, પંચ ગ્રાફટીંગ, પંચ એલિવેશન
સફેદ દાગ સર્જરી-ઓપ્ટો લોગસ, મેલેનો સાઈટ ટ્રાન્સફર, પંચ બ્રાફટીંગ, ફેર ગ્રાફટીંગ
નખના રોગોની સર્જરી-નખ કાઢવો, નખની બાયાપ્સી
વાળના રોગો અને ખીલના ડાઘા માટે પ્લેટલેટ રીચ પ્લાઝમા (પીઆરપી) સર્જરી
અન્ય સમાચારો પણ છે...