સુરતમાં નરેન્દ્ર મોદીએ સીટ બેલ્ટ બાંધીને ટ્રાફિક નિયમનું પાલન કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: સુરતના સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદીએ રાત્રિ રોકાણ કર્યું હતું. તેઓ જ્યારે એરપોર્ટથી સુરત સર્કિટ હાઉસ ખાતે જવા માટે વાહનમાં બેઠા ત્યારે સીટ બેલ્ટ સૌથી પહેલાં પહેર્યો હતો.

 

આ ફોટાને ANIએ ટ્વિટ કર્યું હતું. તેના કારણે વડા પ્રધાન હોવા છતાં તેઓએ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ઓમર અબ્દુલ્લાએ આજે ટ્વિટ કરીને વડા પ્રધાને સીટ બેલ્ટ બાંધીને ટ્રાફિક નિયમનું પાલન કરવા બદલ સરાહના પણ કરી હતી. તેમાં ઓમર અબ્દુલ્લાએ એવું પણ જણાવ્યું હતું કે પીએમએ ટ્રાફિક પોલીસના ડરના કારણે નહીં, પરંતુ નિયમોનું પાલન કરવા માટે સીટ બેલ્ટ બાંધ્યો હતો. તેમજ તેઓ આવું વિચારી શકે તે જ બહુ મોટી વાત ગણી શકાય.

અન્ય સમાચારો પણ છે...