તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: 1 ઉપ શાસનાધિકારી, 5 નિરીક્ષક, 24 કારકૂનની શિક્ષણ સમિતિમાં ઘટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: કરોડો રૂપિયાનું બજેટ ધરાવતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વહીવટી કચેરીમાં સ્ટાફની અછતના કારણે શાળાઓના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ગંભીર અસર પડી રહી છે. સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 161 બિલ્ડીંગ 331 શાળાઓ સાત માધ્યમમાં અભ્યાસ કરતા 1,58,204 વિદ્યાર્થીઓ 3816 શિક્ષકો અને બધી કામગીરીની દેખરેખ કરવા માટે છેલ્લા ઘણા સમયથી સ્ટાફની ખૂબ મોટે પાયે ઘટ છે. જેમાં સરકાર માન્ય જગ્યાઓ માં 1 ઉપશાસનાધિકારી અને 5 નિરીક્ષકની જગ્યા ખાલી છે. જેના કારણે શાળાઓમાં કામ કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓનાં ભણતર પર ગંભીર અસર થઇ રહી છે.
કચેરીમાં સેક્શન ઓફિસર જુનિયર કલાર્કનું કામ કરે છે
સુરત મહાનગર પાલિકાની માન્ય જગ્યાઓમાં 24 કારકુનોની જગ્યાઓ ખાલી છે. સ્ટાફની અછતના કારણે સેકશન ઓફીસર જુનિયર કલાર્કની કામગીરી કરે છે અને સિનિયર કલાર્કની કામગીરી જુનિયર કલાર્ક કરે છે. સમિતિ તરફથી શાળાઓમાં આપવામાં આવેલા કલાર્ક કમ ઓપરેટરનો કોન્ટ્રાકટરમાં ઉચ્ચ અભ્યાસ વાળા યુવાનોને 5000નાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરાવી રહ્યા છે. પરંતુ શિક્ષણ સમિતિ એક વ્યકિત દીઠ રૂા.11000 ચુકવી રહી છે. આ નવ યુવાનોનું શોષણ શાસકો કરી રહ્યા હોવાનો આરોપ છે.
રોજગારની વાતો હથેળીમાં ચાંદ બતાવવા બરાબર

સરકારે મોટા ઉપાડે બેરોજગારોને રોજગાર આપવાની વાત કરી રહી છે જે હથેળીમાં ચાંદ બતાવા બરાબર છે. છેલ્લા 15 વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કર્મચારીઓની ઘટનો પ્રશ્ન છે. જેના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે. શાસકોને નીચલા વર્ગના બાળકોના પ્રશ્નોનો હલ કરવાની કંઇ પડી નથી. વારંવારની રજુઆતો છતાં આ જાડી ચામડીના ભાજપા શાસકો નીચલા વર્ગના બાળકો માટે નિષ્ઠુર બની ગયા છે. - રઇશ શેખ, પૂર્વ વિરોધ પક્ષ સભ્ય, ન.પ્રા.શિ.સમિતિ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો