તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઇના રાજકીય અગ્રણીની દાદાગીરી સિવિલ કેમ્પસમાં આડેધડ કારો પાર્ક કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: લઠ્ઠાકાંડમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોર સક્રિય થઈ વરેલી-સુરતની મુલાકાતે દોડી ગયા હતાં. તો બીજી તરફ મુંબઈના રાજકીય અગ્રણી તેના લાવલશ્કર લઈને સીધા સુરત નવી સિવિલમાં પહોંચી ગયા હતાં. મોંઘીદાટ લકઝુરિયસ કાર સહિત કારના કાફલા સાથે બાઉન્સર-બોડી ગાર્ડો તથા તેના સમર્થકો કાર્યકરોનું મોટું ટોળું પણ ધસી જતાં હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પ્રતિબંધિત વિસ્તારમાં જ આડેધડ કારો પાર્ક કરી દેવાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ અંગે ફરજ પરના તબીબે તપાસ કરી આરએમઓને પણ ફરિયાદ કરી હતી.
લઠ્ઠાકાંડમાં વાહનો અને વિદેશી સિક્યુરિટી સાથે ધસી આવ્યા
સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે સાંજના સુમારે કોઈ પાર્ટીના રાજકીય અગ્રણી મર્સિડીઝ કારમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવી પહોંચ્યા હતાં. તેમની સાથેના કાફલામાં છ-સાત કારોમાં બોડીગાર્ડો, બાઉન્સરો હતાં. વોકીટોકી સાથે સજ્જ આ ગાર્ડોમાં બે બોડી ગાર્ડ છ ફૂટના ફોરેનર્સ હોવાથી કુતૂહલવશ લોકો-મુલાકાતીઓથી લઈ સિવિલના ડોક્ટર્સ સહિતના સ્ટાફ પણ બહાર દોડી આવ્યાં હતાં. તો આ અગ્રણીના સ્થાનિક સમર્થકો પણ ધીરે ધીરે જમા થવા માંડતાં ટ્રોમા સેન્ટર બહાર મોટું ટોળું જમા થઈ ગયું હતું. અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી તો 108ને પણ અડચણ થાઈ તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ સમયે ફરજ પર હાજર ગાર્ડ પણ ક્યાંક ચાલ્યા ગયા હોય ડોક્ટરોએ એ આ અંગે સીએમઓને ફરિયાદ કરી હતી. ટ્રોમા સેન્ટર બહાર કારનો ખડકલો થઇ જતાં અન્ય દર્દીઓને પણ ખાસ્સી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો