તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: પાંચમાં ભાગનું પાણી રોજ વેડફાઇ જાય છે!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: શહેરીજનોને પાલિકા રોજ 1100 એમએલડી પાણી પુરવઠો પુરો પાડે છે. જો કે, આ પૈકી 200 એમએલડી પાણીનો વેડફાટ થતો હોવાની ચોંકાવનારી હકીકતો પાલિકાના એક પ્રાથમિક સરવેમાં બહાર આવી છે. શહેરીજનોને પાલિકા 1100 એમએલડી જ્યારે આમાંથી 60 એમએલડી જેટલો પાણીનો જથ્થો ઉદ્યોગકારોને પુરો પડાઇ છે. 1100 એમએલડી પુરવઠામાંથી 21 ટકા સુધીનો લાઇનલોસ થતો હોવાનુ બહાર આવ્યુ છે.

10 ટકા જેટલો પાણીનો બગાડ ટેકનિકલ કારણોસર પણ થતો હોવાની વિગતો જાણવા મળી છે. ડબવલ્યુએચઓ પ્રમાણે એક વ્યક્તિને રોજ 20 લિટર પાણીની જરૂરીયાત હોય છે. જ્યારે ઇકો વિલેજમાં એક વ્યક્તિને 60 લિટર પાણી પુરવઠો આપવામાં આવતો હોય છે. તેની સામે પાલિકા એક વ્યક્તિને 140 લિટર કરતા વધુ પાણી આપી રહી છે. તેના લીધે પણ પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. તેમાં કેટલીક જગ્યાઓ પર શહેરીજનો પાણીનો વેડફાટ પણ કરતા હોય છે.
 
વેડફાટ સામે ઉપાય
 
દાઢી કરતી વખતે નળ સતત ચાલુ ન રાખવો, કારણ કે આ રીતે સરેરાશ 45 લિટર પાણી બગાડે છે
ફુવારા વડે નાહવામાં દર મિનિટે 30 લિટર પાણીનો વેડફાટ થાય છે
બ્રશ વખતે નળ ચાલુ રાખવાથી 18 લિટર પાણી વેડફાય છે.
વેડફાટ બચાવવા આટલું કરવું જોઇએ
દાઢી કરતી વખતે જરૂર પ્રમાણે જ નળ ચાલુ કરવો.
ગાડીને ધોવા ફુવારાના બદલે ડોલનો ઉપયોગ કરવો.
હાથ ધોતી વખતે પાણીનો જરૂર પ્રમાણે જ ઉપયોગ.
ટોયલેટમાં ફ્લશ વાલ્વને બદલે ફ્લશ ટેન્કનો ઉપયોગ કરવો.
બગીચા કે લોનમાં પાણી છાંટવા વપરાશ કરેલું પાણી વાપરવું જોઇએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો