તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત: આધુનિક યુગમાં પરંપરા નિભાવી વરરાજા માંડવે પહોંચ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: લગ્ન પ્રસંગોમાં આધુનિક પરંપરા પ્રમાણે વરરાજા માટે બગી અથવા કારનો ઉપયોગ થાય છે પરંતુ મોટા વરાછાના એક લગ્ન પ્રસંગમાં લગ્નની યાદોને તાજી રાખવા પરંપરા નિભાવી વરરાજા માંડવે બળદ ગાડામાં પહોંચ્યા હતા.
વરરાજા બળદ ગાડામાં સજ્જ થઇને આવ્યા
વર્ષો પહેલા સૈારાષ્ટ્રના ગામડાઓમાં વરરાજા પરણવા જતા ત્યારે બળદ ગાડામાં જાન જતી ધીમે ધીમે આધુનીકતા તરફ વળતા કારમાં જતા થયા. આજે દરેક પાસે લક્ઝુરિયસ કારો હોવા છતાં હવે ફરી પાછા દેશી પદ્ધતી તરફ પાછા ફરતાં જોવા મળે છે. જુના સમયની માફક બળદ ગાડાને શણગારીને તેમાં વરરાજાને બેસાડી વરાછા વિસ્તારમાં જાન જતી જોવા મળી હતી. આ ટ્રેન્ડને ધ્યાનમાં લઇને કેટલાક લોકોએ બળદ ગાડા ભાડે આપવાનું પણ શરૂ કરી દીધું છે. રવિવારે સરથાણાથી આવેલી ધામેલિયા પરીવારની જાન મોટાવરાછા આંગન રેસીડેન્સીમાં આવી ત્યારે વરરાજા બળદ ગાડામાં સજ્જ થઇને આવ્યા હતા.
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...