લઠ્ઠાકાંડની તપાસ માટે ATSના યુપી,મુંબઈ અને ભરૂચમાં ધામા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: શહેર અને જિલ્લામાં સર્જોયેલા લઠ્ઠાકાંડને એટીએસની ટીમ તપાસ માટે યુપી,મુંબઈ અને ભરૂચ તપાસ કરી કેટલીક મહત્વની કડીઓ મેળવી હોવાની વાત જાણવા મળી છે.એટીએસએ મુંબઈની અને ભરૂચની કંપનીના જવાબદાર ઓફિસરો તેમજ કર્મચારીઓની પૂછપરછ કરીને કેટલીક મહત્વની કડીઓ મેળવી છે.જો કે એટીએસએ આ બાબતે
અત્યારે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું.
માસ્ટર માઇન્ડ પાસેથી મહત્વની કડીઓ મળી
ઉપરાંત એટીએસને ફૈઝાબાદથી દીપક નામના માસ્ટર માઈન્ડને પકડવામાં સફળતા મળતા જ તેની સાથે અન્ય કોની કોની સંડોવણી છે તે બાબતેની હકીકતોની જાણકારી એટીએસને મળી શકશે. ત્રણ સોદાગરોને હાલમાં પોલીસ રીમાન્ડ છે. કડોદરાના બુટલેગર રામુ સરબુદ્ીન યાદવએ દેશી દારૂ બનાવવા માટે ઈન્ડસ્ટ્રીયલ ઝેરી મિથેનોલનો ઉપયોગ કર્યા હતો. જેના કારણે સુરત શહેર અને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લઠ્ઠાકાંડને કારણે સંખ્યાબંધ લોકોના મોત થયા હતા.
આરોપી તિવારી સિવિલમાં

લઠ્ઠાકાંડમાં એટીએસની કસ્ટડીમાં રીમાન્ડ હેઠળના આરોપી કૈલાશ નારાયણ તિવારીની તબિયત લથડતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો.ગત 16મી તારીખે સાંજે કૈલાશ તિવારીને શ્વાસ લેવાની તકલીફ પડતા પ્રાથમિક સારવાર માટે પહેલા કડોદરાના પ્રાથમિક સારવાર કેન્દ્વમાં લઈ જવાયો હતો.જ્યાથી વધુ સારવાર માટે નવી સિવિલમાં લાવવામાં આવ્યો હતો.હાલમાં તેને પોલીસની દેખરેખ હેઠળ પ્રિઝનલ વોર્ડમાં દાખલ કરાયો છે.
અન્ય સમાચારો પણ છે...