ક્રાઇમબ્રાંચ લઠ્ઠાકાંડની તપાસમાં છેક સુધી રામુનું નામ સુધ્ધાં ન કઢાવી શકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: કાપોદ્રાના લઠ્ઠાકાંડમાં મોતને ભેટેલા બે યુવકોના કેસની તપાસ પણ હવે એટીએસને સોપવામાં આવી છે. જેને લઈને એટીએસએ ક્રાઈમબ્રાંચ પાસેથી આ કેસના કાગળો મેળવી લીધા છે. ગત 29મી તારીખે કાપોદ્વાની રામરાજ્ય સોસાયટીમાં ઉપર-નીચે ભાડેથી રહેતા બે ભાડુઆતોના દેશી દારૂ પીવાના કારણે મોત થયા હતા. જેમાં બન્ને દેશી દારૂ બુટલેગર જીતુને ત્યાં પીધો હતો. જેને લઈને ક્રાઈમબ્રાંચે જીતુ તેની પત્ની તેમજ રૂકમણીની ધરપકડ કરી હતી.
લઠ્ઠાકાંડમાં અઠવાડિયા સુધી જીતુ સહિત 3 બુટલેગરોની પૂછપરછ કરાઇ
પાંચ યુવકોના મોત બાદ પણ શહેર પોલીસની કામગીરી નામની સાબિત થઈ

પૂણામાં એક સાથે પાંચ યુવકોના મોત થયા પછી હરકતમાં આવેલી સ્થાનિક પોલીસ તેમજ ડીસીબી-પીસીબીએ પરવત પાટીયા વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ પર રેડ કરી હતી. પીસીબીએ જીતુની પત્ની પદમા ઉર્ફ નર્મદાની અટક કરી હતી.જ્યારે જીતુની પૂણા પોલીસે તે સમયે કાર્યવાહી કરી હતી. લગભગ એકાદ અઠવાડિયા સુધી ક્રાઈમબ્રાંચે જીતુ, તેની પત્ની સહિત ત્રણની પૂછપરછ કરી હતી તેમ છતાં ક્રાઈમબાંચ તે વખતે બુટલેગર રામુ યાદવનું નામ ઓકાવી શકી નથી.તે શહેર પોલીસની જાંબાઝ ગણાતી ક્રાઈમબ્રાંચ માટે આ શરમની વાત કહી શકાય ! જ્યારે એટીએસએ આ કેસની તપાસ સંભાળતા પકડાયેલા બુટલેગર પાસેથી પોપટની જેમ એક પછી એક રાજ ખુલતા ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...