તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરેલીના વધુ 1 સાથે કુલ 27 મોત, પોલીસની બેદરકારીને કારણે બદલીનો ધમધમાટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી: જિલ્લાના વરેલી ખાતે બની રહેલા લઠ્ઠાકાંડમાં મરણાંક સતત વધી રહ્યો છે. ગત 7 સપ્ટેમ્બરના રોજ સારવાર માટે દાખલ થયેલા વરેલીના 35 વર્ષીય યુવાનનું રવિવારની મધરાત્રિ દરમિયાન સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજતાં સુરતના નવ સાથે કુલ મરણાંક 27 પર પહોંચ્યો છે. જ્યારે હજુ પણ એકલદોકલ વ્યક્તિની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલમાં મોકલવાનો સિલસિલો જારી છે.
પોલીસની બેદરકારીને કારણે બદલીનો ધમધમાટ
કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં લઠ્ઠાકાંડને લઈ સમગ્ર તંત્રમાં ફફડાટ ફેલાઈ ગયો છં. 7મીથી શરૂ થયેલા લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો અટકતો જ નથી. એક પછી એક એક 17 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં અને હજુ 8 વ્યક્તિઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં વધુ એક યુવાનનું મોત નીપજતાં મરણાંક 18 પર પહોચી ગયો છે. ભાડાના મકાનમાં રહેતા ગુડ્ડુ ધર્મદેવ પ્રસાદ (35)ની તબિયત લથડતાં ગત 7મીએ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે પ્રથમ દૃષ્ટિ ગુમાવી હતી અને તબિયત લથડતાં તે બેભાન હાલતમાં એચ-3 વોર્ડમાં વેન્ટીલેટર પર હતો. જેનું રવિવારની મધરાત્રે મોત નીપજ્યું હતું તો હજુ 2 અસરગ્રસ્તોની તબિયત નાજુક છે.

ઘણા પોલીસકર્મીની બદલી શક્ય

લઠ્ઠાકાંડની ઘટનાને લઈ સુરત રેંજ આઈજી નરસિંહમા કોમરે કડોદરા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઈ અને હાલ લીવ રિઝર્વમાં ફરજ બજાવતાં એચ. કે. ભરવાડને સસ્પેન્ડ કરી દીધા હતાં. આ ઉપરાંત સુરત જિલ્લા પોલીસવડા મયુરસિંહ ચાવડાએ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં વરેલી બીટના એએસઆઈ અનિલ તુલસી રામ તેમજ કડોદરા બીટના હે.કો જયંતીભાઈ ચૌધરીને સસ્પેન્ડ કરી દીધા હતાં. જ્યારે સુરત પેરોલ ફલ્લો સ્ક્વોર્ડમાં ફરજ બજાવતાં એએસઆઈ પ્રકાશ પાટીલની ઘલુડી હેડક્વાટર ખાતે બદલી કરી દેતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.
લાશ રઝળતી રહી

8મીએ વરેલી ખાતે વિશાલ બહાદુર (28)ને પણ ગંભીર હાલતમાં સુરત સિવિલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. આ દરમિયાન તબીબે નોટ ફોર પીએમ તરીકે મૃતદેહને મુકી દીધો હતો. નવાઈની વાત એ છે કે આટલા દિવસ લાશ સિવિલ રઝળતી રહી હતી. જોકે, લઠ્ઠાકાંડની ઘટના ધ્યાનમાં આવતાં તંત્રે કડોદરા પોલીસમાં જાણ કરી ફોરેન્સીક પીએમ કરાવવાનું જણાવતાં પોલીસ હરકતમાં આવી હતી.
ભાજપ સામે રોષ

એક તરફ કોંગ્રેસીઓ ડો. તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં પ્રતિક ધરણા કાર્યક્રમ ચાલુ હતો બીજી તરફ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ અચાનક ગ્રામ પંચાયત કચેરી નજીક મુખ્યમંત્રી વિજય રૂપાણીના પૂતળા દહન કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કોંગ્રેસી કાર્યકરો પૂતળા દહન કરે તે પહેલા જ ઘટના સ્થળે પહોંચી જઈ કાર્યકરોને પૂતળા દહન કરતાં રોક્યા હતાં. જેથી કાર્યકરો ઉશ્કેરાઈ જઈને રાજ્યસરકાર અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો