તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી: લઠ્ઠાકાંડની હારમાળા બાદ રાજકીય દાવપેચ શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી: સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં વરેલી ખાતે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ગતરોજ ચાર વ્યક્તિના મોતની ઘટના બાદ શનિવારે વરેલીમાં એક મહિલા, કડોદરામાં એક મહિલા ઉપરાંત એક અજાણ્યા ઈસમ સહિત ત્રણના મોતની નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિએ આંખ ગૂમાવાવનો વારો આવ્યો છે. લઠ્ઠાને કારણે અત્યાર સુધીમાં 15ના મોત બાદ હવે ગૃહવિભાગ પણ સક્રીય થયું છે. તો બીજી તરફ બે મુખ્ય પક્ષો સહિત અન્ય રાજકીય પક્ષોના આગેવાનો પણ લઠ્ઠાકાંડને લઇ દોડી આવતા રાજકીય માહોલ પણ ગરમાયો છે. અને દરેક પક્ષો દ્વારા ઘટનાને લઇ રાજકીય દાવપેચ શરૂ કરી દેવાયા છે.
એક તરફ લોકો ટપોટપ મરી રહ્યા છે, બીજી તરફ વિવિધ પક્ષો રાજકીય રોટલો શેકવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે
લઠ્ઠાનો અજગર ભરડો: નિયોલ અને પુણા લઠ્ઠાકાંડ બાદ વરેલીમાં લઠ્ઠાને કારણે મરનારનો આંક 15 પહોંચ્યો
10મી સપ્ટેમ્બરના રોજ લઠ્ઠાકાંડને લઇ 3 વ્યક્તિના મોત થતાં કુલે મોતનો આંક 15 પર પહોંચ્યો હતો. તેમજ કડોદરાના યુવાન મુકેશ પાંડેએ આંખ ગૂમાવવાની ઘટના નોંધાઈ છે.ગતરોજ વરેલીના એક યુવાને આંખ ગૂમાવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. હજુ પણ મોતની ઘટના ચાલુ રહેતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. માત્ર વરેલીમાં જ નહીં હવે કડોદરા વિસ્તારમાં પણ મોતનો સીલસીલો શરૂ થઈ ગયો છે.
તંત્ર અત્યાર સુધી સાવ નિષ્ક્રિય રહ્યું છે

આજે ફરી કડોદરા વરેલીમાં દારૂ પિવાના કારણે સંકાસ્પદ હાલતમા ત્રણના મોત થયાની ઘટનાને લઈને કોંગ્રેસના અગ્રણી દર્શન નાયકે ફરી બીજા દિવસે વરેલીની મુલાકાત લીધી હતી. અને આજરોજ મહિલાનું મોત થવાના સમાચાર સાંભળી જણાવ્યું હતું કે જો આ વિસ્તારમાં મહિલાઓને પણદારૂનું વ્યસન લાગી જાય ત્યાં સુધી છુટથી દારૂ મળતો હોય તો પોલીસ કેમ જવાબદાર સામે આજદિન સુધી પગલાં લીધા નથી. મુખ્યમંત્રી એક બાજુ ભાષણબાજી કરે અને બીજી બાજુ ટપોટપ દારૂપીવાથી લોકોના મોત થતાં જાય છે. તેમ છતાં તંત્ર કોઈ યોગ્ય પગલાં લઈ નથી શકતી. મરનારના દરેક પરિવારને સુરત જિલ્લા પંચાયત તથા સરકાર તરફથી વળતર મળે તે માટેની માંગણી કરું છુ આ અંગે યોગ્ય તપાસ માટે રેંજ આજીને આવેદપત્ર પણ આપ્યું છે.> દર્શન નાયક,સુ. જિ. પં. સભ્ય
લોકો સરકારની બેદરકારીના લીધે મરી રહ્યા છે

સમગ્ર ગુજરાતમાં વરેલી લઠ્ઠાકાંડએ હાહકારમચાવતાં આમઆદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી અને દિલ્હી સરકારના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ પણ વરેલીની મુલાકાત લીધી હતી. અને કહ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં દારૂના કારણે લોકોના મોત થાય તો જિલ્લા પોલીસવડાની તાત્કાલિક બદલી કરવી જોઈએ. અને જવાબદાર અધિકારીને માત્ર બદલી નથી. પરંતુ તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. તેમજ સરકાર દ્વારા મરનારના પરિવાનરે યોગ્ય વળતર સહાય મળે તે રીતે કામ કરવું જોઈએ. બીજું કે 15 જેટલા લોકો સરકારની બેદરકારીના લીધે મરી જતાં હોય તો ગૃહમંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. તેઓ આમઆદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબસિહં યાદવ દ્વારા જણાવ્યું હતું.
મૃતકોના પરિવારને આર્થિક સહાયની માંગ

વરેલીની ઘટનામાં હવે રાજકીય સ્વરૂપ લીધુ છે. માણસો ટપોટપ મોતને ભેટી રહ્યાં છે તો બીજી તરફ હવે નિયોલ લઠ્ઠાકાંડ બાદ ચૂપ રહેલી કોંગ્રેસ આક્રમક મુડમાં આવી ગઈ છે અને મૃતકોને વળતર મળે તે માટે ધમપછાડા શરૂ કર્યા છે. દિલ્હીથી આપ પાર્ટીના નેતા અને ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ પણ વરેલી ખાતે દોડી આવ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો