તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીના અભાવે સુરત જિલ્લાના ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડ: ચાલુ વર્ષે વરસાદ મોડો અને ઓછો થવા સાથે બીજી બાજુ નહેરમાં પણ પાણી બંધ કરાતા સિંચાઈના પાણી અભાવે સુરત જિલ્લાના ખેડૂતો શેરડી, શાકભાજી અને ડાંગરના પાકમાં મોટું નુકસાન થવાની આશંકાથી આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાવવાની વાતે ચીંતાતુર બન્યા છે. હાલ ખેતરોમાં વાવણીનો સમય હોવા સાથે ખેટરોમાં તૈયાર થયેલા પાકોને સિંચાયનાં પાણીની જરૂર હોય ત્યારે ઉકાઈ ડેમનું પાણી બંધ કર્યા બાદ સમયસર છોડવામાં આવ્યું નથી. આટલુંજ નહીં હોય ત્યાં વરસાદેપણ હાથતાળી આપતા ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, છેલ્લા બે અઠવાડીયાથી આંશીક વરસાદ વરસતા ડાંગરની રોપણીની શરૂઆત થઈ ચુકી છે. જ્યારે આવર્ષે ચોમાસાની શરૂઆતથી જ વરસાદ ઓછો રહેતા ડાંગરનું ઉત્પાદન ઘટવાની શક્યતા હોય જેથી સહકારી મંડળીઓને પણ મોટો ફટકો પાડવાની બીક છે.
શેરડી, શાકભાજી અને ડાંગરના પાકમાં મોટું નુકશાન થવાની શક્યતા
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને, સુરત-તાપી અને ભરૂચ જિલ્લામાં શેરડી અને ડાંગરનો મુખ્ય પાક છે.સમગ્ર વિસ્તારના ખેડૂતો ખેતી પર નભે છે. આથી પાણીની આશાએ મોંઘુદાટ બિયારણ, ઉંચી મજૂરીનો દર ચૂકવીને પાક ઉભો કરતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે પાણીના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે(દેલાડ) માહિતી આપતા જણાવ્યું કે, 1 લી જૂને પાણી બંધ કર્યા બાદ સમયસર પાણી નહીં આપતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની જવા પામી છે.

20 મી જૂને પાણી છોડવાની બાહેંધરી બાદ પણ પાણી નહીં છોડ્યું. ઉકાઈ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં રૂ લેવલ જાળવવાની વાત પકડીને ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો જેનાથી ખેડૂતોએ એક માસથી વધુ સમય સુધી પાણી વગર રહેવું પડ્યું. ખાસ કરીને પાણીની આશાએ મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરમાં શેરડીનો પાક ઉભો કર્યો હતો. જોકે, સિંચાઈ વિભાગના અધિકારીઓની નફ્ફટાઈના કારણે ખેડૂતોને પાણી મળ્યું નહીં. બીજી તરફ વરસાદે પણ હાથતાળી આપતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જયેશ પટેલના એક અંદાજ મુજબ ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતના લાખો ખેડૂતોને શેરડી અને ડાંગરના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પાણીના અભાવે આખા દક્ષિણ ગુજરાતની વાત કરીયે તો ડાંગર નો મોટાપાયે ઓછો ઉતારો આવવા સાથે ચાલુ વર્ષે અંદાજીત 10 લાખ ટનથી વધુ શેરડી ઓછી પાકશે એવું કહેવાય છે ત્યારે જેની સીધી અસર સુગર ફેકટરીઓને થશે. બીજી તરફ ડાંગરનું ધરૂવાડિયું જે જૂન માસની શરૂઆતમાં નાંખી દેવાનું હોય તે ખેડૂતોએ એક માસ બાદ નાંખ્યું, જૂનના અંતિમ માસમાં ધરૂવાડિયા રોપાણ થઈ જવા જોઈતા હતા. જ્યારે ડાંગરની રોપણી કરવાનો સમય પૂરો થઈ જતા ડાંગરનું ઉત્પાદન ઘટશે એવી હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે.એકતરફ ઉકાઈ ડેમનું પાણી સમયસર મળ્યું નહીં અને બીજી તરફ મેઘરાજાની રિસામણી ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
નહેરના લીધે નહીં પણ વરસાદ પાછળ ખેંચાતા ખેડૂતોને નુકસાન

ચાલુ વર્ષે વરસાદ મોડો પડવા સાથે ઓછો થવાથી ખેડૂતો વધુ એકવાર કફોડી સ્થિતિમાં મુકાયો છે. નહેરના પાણીના લીધે નહીં પરંતુ વરસાદ પાછળ ખેંચાતા ખેડૂતોને નુકશાન થવાની શકતા છે.આટલુંજ નહીં પણ આનાથી શેરડીના ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો નોંધાશે ,જેથી પુરવઠો ઘટવાથી સુગર ફેક્ટરીને પણ મોટો ફટકો પડવાની શક્યતા છે. > રાકેશ પટેલ, ચેરમેન, સાયણ સુગર
આંશિક વરસાદમાં પણ ખેડૂતોએે ડાંગર વાવણી શરૂ કરી
સુરત જિલ્લામાં છેલ્લા બે અઠવાડિયાથી આંસીક વરસાદ વરસતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી ડાંગરની વાવણી કરવાનું શરૂ કર્યું છે. સાથે ખેટરોમાં શાકભાજી અને શેરડીનો ઉભો પાક પાણીની રાહ જોઈ રહ્યો હતો તેને પણ જીવનદાન મળ્યું છે.ખાસ કરીને, ઓલપાડના કાંઠા વિસ્તારના ગામોમાં ડાંગરની રોપણીની પુરજોશમાં શરૂઆત થઈ ચુકી છે. જોકે,આવનાર દિવસોમાં વરસાદ ફરી હાથતાળી આપશે તો ડાંગરનું ઉત્પાદન ચોક્કસપણે ઘટશે. જેની સીધી અસર સહકારી મંડળીઓને થશે.


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો