માંગરોળમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- માંગરોળમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો
- સાવા ગામે 15થી વધુ પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું, કેટલાયે લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયા
- મેઘમહેર | રવિવારથી સતત વરસી રહેલા વરસાદથી પારડી કઠવાડા, લીંબાડા, સીમોદ્રામાં પાણી ભરાયા
કોસંબા: રવિવારથી સતત વરસી રહેલા સાંબેલાધાર વરસાદ આખી રાત્રિ દરમિયાન પણ વરસવાનું ચાલુ રહેતા કીમ નદીમાં પાણીનું સ્તર વધી જતા કીમ નદીના કાંઠા વિસ્તારના માંગરોળ તાલુકાના તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પારડી કઠવાડા, લીંબાડા, સીમોદ્રા જેવા ગામોમાં કેટલાક ઘરોમાં પાણી ભરાયા હતાં. જ્યારે સાવા ગામના 15થી વધુ કુટુંબોને ઘરોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.
આ અંગે મળતી વિગતો અનુસાર રવિવારથી માંગરોળ તાલુકામાં મેઘરાજાની મહેર શરૂ થઈ હતી. રાત્રિ દરમિયાન મનમુકી વરસાદ વરસતા 116 મિમી વરસાદ સરકારી દફતરે નોંધાયા હતાં. એકી સાથે પડેલા વરસાદના પગલે ગામ કોતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં કેટલાક ગામોમાં જેવા કે પારડી સાવા કઠવાડિયા લીંબાડા વગેરે ગોમોમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાના અહેવલ મળ્યા હતાં. જેના પગલે સાવા ગામના નવાપરા ફિળયામાંથી 15 કુટુંબને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત કીમ નદીમાં સાવરે 9.00 વાગ્યે 8.20 મીટર જળસ્તર નોંધાયુ હતું. જેમાં ભારે વરસાદના પગલે વધારો થતો રેતા તંત્ર દ્વારા કીમ નદીના કાંઠા વિસ્તારોમાં તમામ ગામોને એલર્ટ જાહેર કરી તંત્રને સાબદુ કરી દેવામાં આવ્યું હતું. સાવા ગામે સ્થળાંતર કરેલા પરિવારો અને ગામની મુલાકાત ટીડીઓ વસાવાએ લીધી હતી. દરમિયાન મોડી સાંજે વરસાદ થંભી જતાં અને કીમ નદીનું જળસ્તર ઘટવા લાગતાં થોડી રાહત લોકોને થઈ હતી.
કોસંબા વિસ્તારમાં એક રાતમાં જ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...