તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: લાલભાઈ સ્ટેડિયમની ફ્લડ લાઇટનું ઉદ્દઘાટન કપિલ દેવ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: દેશને પ્રથમ વર્લ્ડ કપ વિજયની ભેટ ધરનાર કપિલ દેવ બીજી એપ્રિલે સુરતની મુલાકાતે આવે છે, ત્યારે તેઓ ડુમસ રોડ પર લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમની પણ મુલાકાત લેશે. એસડીસીએના સૂત્રોએ કહ્યું હતું કે પ્લાનિંગ તો એવું હતું કે કપિલ દેવ એ જ દિવસે ફલડ લાઇટનું ઉદઘાટન કરી દે. પરંતુ હજી બે પોલ ઊભા કરવાના બાકી છે અને કપિલ દેવનું કહેવું છે કે બધાં પોલ ઊભા થયા બાદ તેઓ ઉદઘાટન કરવા ફરી આવશે. અંદાજે 31મી એપ્રિલ સુધી બધાં જ પોલ ઊભા થઈ જશે.

લાઇટથી ફાયદો

એસડીસીએના સૂત્રો કહે છે કે પહેલો ટાર્ગેટ આઇપીએલ લાવવાનુ છે. આ માટે દરેક ફ્રેન્ચાઇઝીનો સંપર્ક થઈ રહ્યો છે. 2018માં મેચ મળે એ માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવાઈ છે. આ ઉપરાંત ઇરાની ટ્રોફી સહિત રણજી મેચ પણ ભવિષ્યમાં ડે-નાઇટ રમાડાય એવી સંભાવના છે આથી ફલડ લાઇટ હોવી જરૂરી છે. આંતરરાષ્ટ્રીય મેચ તો તેના વગર મળે એવી સંભાવના જ નથી.

મોટેરાથી લાઇટ આવી

મોટેરા સ્ટેડિયમને તોડીને નવું અદ્યતન સ્ટેડિયમ બનાવાતું હોવાથી ત્યાંની ફલડ લાઇટ 2.50 કરોડમાં ખરીદાઈ હતી. પોલ આવ્યાં બાદ સોઇલ ટેસ્ટિંગ કરાયું હતું અને પછી ઉભા કરાયા હતા.

કપિલ દેવ જરૂર આવશે

કપિલ દેવ જ ફલડ લાઇટનુ ઉદઘાટન કરશે. તેમણે આ માટે સમંતિ આપી છે. બીજી એપ્રિલે તો તેઓ એસડીસીએ પર આવી જ રહ્યા છે. - મયંક દેસાઈ, ટ્રેઝરર, એસડીસીએ
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો