તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતની અનોખી સમિતિ: શહીદોના પરિવારનું સન્માન અને સહાય કરે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: દેશની સરહદ પર ફરજ દરમિયાન જીવ ગુમાવીને શહીદ થનાર જવાનોની શહીદીની કદર રૂપે તેમના પરિવારનું સમ્પુર્ણ સન્માન સાથે તેમને સહાય આપવાની સેવા કાર્ય કરતી સુરતની જય જવાન નાગરીક સમિતિ આ વર્ષ પણ 6 શહીદ જવાનોના પરિવારોને સહાય આપનાર છે. 26 જુલાઇએ ઉજવવામાં આવતા કારગિલ દિવસના રોજ આ પ્રત્યેક જવાનોના પરિવારોને બે-બે લાખ રૂપિયાની સહાય કરવામાં આ‌વશે. 15 વર્ષમાં 171 શહીદ જવાનોના પરિવારોને 25895700 રૂપિયાની સહાય કરી છે.
 
સચ્ચિદાનંદે કહ્યું, સહાય કરો

એક વખત સ્વામી સચ્ચિદાનંદે હમેશા આ પ્રકારે શહીદોના પરિવારોને સહાય આપવાનું આહવાન કરતા સમિતિએ નક્કી કર્યું કે દર વર્ષે કારગિલ દિવસની ઉજવણીના ભાગ રૂપે શહીદોના પરિવારોને સહાય કરાશે.હવે તમામ પરિવારોને બે-બે લાખ રૂપિયા આપવામાં આ‌વે છે.
 
જવાનોને સહાય કરીએ

આપણે સરહદ પર લઇને લડી શકતા નથી ત્યારે જવાનોના પરિવારનો સહાય તો આપી જ શકીએ એવી ભાવના સાથે શહીદ પરિવારોના જવાનોને સહાય કરીએ છે. - કાનજી ભાલાળા, ટ્રસ્ટી,જય જવાન નાગરિક સમિતિ)
 
આતંકવાદીને પકડનાર 2નું સન્માન

ઓગસ્ટ 2015માં કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ચિરદીગામના જંગલોમાં બે યુવાનો રાકેશકુમાર કાલીદાસ શર્મા અને બિક્રમજીત મદનલાલે પાકિસ્તાની આતંકવાદીને પકડીને સાહસ અને બહાદુરી પૂર્વક હુમલો નિષ્ફળ બનાવ્યો હતો. તે બંનેનું પણ સન્માન કરવામાં આ‌વનાર છે. બંનેને એક-એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવનાર છે.
 
સુરતને મળ્યું મિગ-23 વિમાન

2001ના ગુજરાતના ભુકંપમાં ભુજમાં એરફોર્સના 32 શહીદ જવાનોના પરિવારોને પણ સહાય કરાઇ હતી તેના કદર રૂપે એરફોર્સે સુરતની જય જવાન નાગરિક સમિતિને મિગ-23 ફાઇટર વિમાન ભેટ આપ્યું હતું. આ વિમાન 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં વપરાયું હતું. 
 
આતંકવાદી બુરહાન વાનીના વિશ્વાસઘાતનો ભોગ બનેલા કર્નલ રાયના પરિવારને સહાય

26 જાન્યુઆરીએ 42 મી રાષ્ટ્રિય રાઇફલ્સના કર્નલ એમ.એન.રાયને ગેલેન્ટ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. બીજા દિવસે કાશ્મીરમાં પુલવાવામાં આતંકવાદી બુરહાન વાનીએ રાય સમક્ષ સરેન્ડરનું નાટક કરીને બંદુક સંતાડીને સામે આ‌વીને રાયની હત્યા કરી હતી. ત્યારથી આર્મી બુરહાન વાનીને શોધતી હતી. પાંચ દિવસ પહેલા બુરહાન વાનીને સૈનિકોએ પતાવી દીધો. સુરતની આ સમિતિ રાયના પરિવારનું પણ સન્માન કરીને સહાય આપનાર છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો